સૌરાષ્ટ્ર-તમિલ સંગમ ચિંતન શિબિર અને ટેકસટાઇલ કોન્કલેવમાં હાજરી આપશે: ટેકસ ટાઇલ એકવાઇઝરી ગ્રુપ સાથે બેઠક, ઇ-કોમર્સ પોર્ટલનું લોન્ચીંગ
ભારત સરકારના વાણિજય અને ઉઘોગ, ગ્રાહક બાબતો ખાદ્યાનું અને જાહેર વિતરણ તથા કાપડ મંત્રી પિયુષ ગોયલે આજે સાંજથી બે દિવસ રાજકોટના મહેમાન બની રહ્યા છે. આજે સાંજે તેઓનું શહેરના આગમન થશે શહેરની ઇમ્પિરિયલ પેલેસ હોટલ ખાતે તેઓ સૌરાષ્ટ્ર – તમિલ સંગમ ચિંતન શિબિર અને ટેકસટાઇલ કોન્કલેવમાં હાજરી આપશે.
આવતીકાલે સવારે 8 કલાકે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સોમનાથ જયોતિલિંગના દર્શન, હેન્ડ ક્રાફટ – હેન્ડલુમ એકસ્પો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સામેલ થશે. બપોરે 1 કલાકે રાજકોટ ખાતે ટેકસ ટાઇલ એકવાઇઝરી ગ્રુપ સાથે બેઠક કરશે જયારે સાંજે પ કલાકે હેન્ડલુમ, હેન્ડિક્રાફટસ પ્રોડકસ માટે ઇ-કોમર્સ પોર્ટલનું લોન્ચીંગ કરશે. અને મીડિયા સાથે વાર્તાોલાપ કરશે.
આ ઉપરાંત કેન્દ્રીય રેલવે અને કાપડ રાજયમંત્રી શ્રીમતિ દર્શનાબેન જરદોશ પણ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેઓએ સવારે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને અલગ અલગ બે કાર્યક્રમોમાં હાજરી આપી હતી. સાંજે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર તમીલ સંગમ ચિંતન શિબિર અને ટેકસ ટાઇલ કોન્કલેવમાં હાજરી આપશે કાલે પણ વિવિધ કાર્યક્રમોમાં સામેલ થશે.
ગુજરાતમાં ગત 17મી એપ્રિલથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો આરંભ થયો છે. જેમાં સામેલ થવા માટે કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ રાજકોટના મહેમાન બની રહ્યા છે. દરમિયાન આજથી બે દિવસ એક નહી પરંતુ બબ્બે કેન્દ્રીય મંત્રી રાજકોટમાં ધામમાં નાખશે. કેન્દ્રીય મંત્રીઓને આવકારવા માટે ભાજપના કાર્યકરો અને અગ્રણીઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે સાંજે પાંચ કલાકે કેન્દ્રીય વાણિજય અને ઉઘોગ મંત્રી પિયુષ ગોયલ અને રાત્રે 8 કલાકે કેન્દ્રીય રાજય મંત્રી દર્શનાબેન જશદોશ રાજકોટ ખાતે આવી પહોંચશે.