ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે કેમિકલ્સ, શીપીંગ એન્ડ ફર્ટિલાઇઝર વિભાગના કેન્દ્રીય રાજયમંત્રી મનસુખભાઇ ખોડલધામ કાગવડ ખાતે દર્શનનો લાભ લીધો હતો. માં ખોડલના દર્શન કરી માતાના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી.
કેન્દ્રીય રાજયમંત્રી મનસુખભાઇએ જણાવ્યું હતું કે ખોડલધામ એ એક શ્રઘ્ધા અને આસ્થાનું પ્રતિક છે. અને શાંતિના પ્રતિક સમાન આ ખોડલધામમાં માં ખોડલ બિરાજમાન થયા છે ત્યારં પરમ ઇશ્ર્વરીય શાંતિની અનુભુતિ થાય છે.
કેન્દ્રીય રાજયમંત્રી મનસુખભાઇ માંડવીયાને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલ તથા ટ્રસ્ટી રમેશભાઇ ટીલાળા અને રમેશભાઇ મેંદપરા દ્વારા પુષ્પગુચ્છ આપીને પ્રસાદી રુપે ખેસ પહેરાવી ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતું.
આ પ્રસંગે કેન્દ્રીય રાજયમંત્રીશ્રીને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલ અને ટ્રસ્ટીશ્રીઓ દ્વારા ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નિર્માણાધિન થઇ રહેલ વિવિધ વિભાગોની ઉત્તરોત્તર કાર્ય પ્રગતિ અંગે વિગતો મેળવી હતી. અગ્રણી રાજુભાઇ રાબડીયા દ્વારા આયોજીત ધજા આરોહણ પ્રસંગમાં મંત્રી માંડવીયાએ તથા તેમના ધર્મપત્નીએ હાજરી આપી હતી.