મુખ્યમંત્રી નિવાસસ્થાને રાત્રે માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી આજથી બે દિવસ માટે ગુજરાતની મૂલાકાતે આવ્યા છે. આવતીકાલે તેઓ ધોલેરાની મૂલાકાત લેશે.
કેન્દ્રીય માર્ગ-મકાન વિભાગના મંત્રી અને ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરી આજથી બે દિવસ માટે ગુજરાતની મૂલાકાતે આવ્યા છે. આજે રાત્રે તેઓ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસસ્થાને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. દરમિયાન ગુજરાતમાં નેશનલ હાઇવે ઓથોરિટીના રોડની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરશે. આવતીકાલે તેઓ ધોલેરાની મૂલાકાત લેશે.
નીતિન ગડકરીની ગુજરાતની મૂલાકાતને ઘણી જ સુચક માનવામાં આવી રહી છે. હાઇવે ઓથોરિટીની મંજૂરીના વાંકે અનેક પ્રોજેક્ટ લટક્યા છે. ત્યારે મંત્રીની મૂલાકાત બાદ મંજૂરીની રાહ જોતા કેટલાક પ્રોજેક્ટને લીલીઝંડી મળે તેવી સંભાવના છે.