રાજકોટમાં આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતમાં ભાજપની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ થયો છે. જેમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી, ઢોલ નગારાના તાલે મંત્રી માંડવીયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે સવારે એરપોર્ટ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પહોંચી ગયા હતા. જ્યાં તેમને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાના આશીર્વાદ લીધા હતા.
આ બાદ કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગોંડલની મુલાકાત લીધી હતી. અહી પત્રકાર પરિષદ સંબોધી મોદી સરકારના કામગીરી વર્ણવી હતી. બાદમાં આરોગ્ય મંત્રી ખોડલધામ પહોંચ્યા હતા. જ્યાં માં ખોડલના દર્શન કરી પુજા અર્ચના કરી હતી. ખોડલધામ મંદિરે ધ્વ્જારોહણ કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ખોડલધામ ખાતે રજતતુલા કરવામાં આવી હતી. રજતતુલામાં વપરાયેલ કુલ 75 કિલો ચાંદી ખોડલધામને અર્પણ કરવામાં આવ્યું છે.
https://www.facebook.com/abtakmedia/videos/1252832051894650/
ખોડલધામ ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યુ હતું કે કેન્દ્રમાં બે-બે કેબિનેટ મંત્રી પાટીદારો છે તે સૌથી મોટી વાત છે. આ તકે ખોડલધામના નરેશ પટેલ, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જીતુ વાઘાણી સહિતના આગેવાનો હજાર રહ્યા હતા.