એસ્સારના ફેરી ટર્મિનલ ખાતેથી વર્ચ્યુઅલ શુભારંભ
જહાજ મંત્રાલયના મેરીટાઇમ ઇન્ડિયા વિઝન 2030 સુસંગત તથા દરિયાઇ ક્ષેત્રની વૃઘ્ધિને વેગ આપવાનો અમારો ઉદેશ: ડાયરેકટર પ્રશાંત રૂઇયા
એસ્સાના પોર્ટ બિઝનેસની કંપની એસ્સાર બલ્ક ટર્નિમલ લિ. (ઇબીટીએલ) એ જણાવ્યું હતું કે, કંપનીએ હઝિરા બંદર પર એના પેસેન્જર ફેરી ટર્નિનલમાંથી હઝિરાથી દીવ સુધી નવો ક્રૂઝ રૂટ શરુ કર્યો છે. જેના પગલે ભારતના પશ્ર્ચિમ દરિયા કિનારા પર ક્રોસ્ટલ પરિવહનમાં પરિવર્તનનો પવર ફુંકાશે અને ગુજરાતના લોકો માટે કોસ્ટલ ટુરિઝમને વેગ મળશે.
કોવિડ-19 માટે સાવચેતી રાખવા ડબલ્યુએચઓની માર્ગદર્શિકાનું પાલન કરીને ભારત સરકારના રાજય કક્ષાના કેન્દ્રીય પોર્ટસ શિપિંગ અને વોટરવેઝ મંત્રી (સ્વતંત્ર હવાલો) તથા રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ વચ્યુઅલ હાજરી આપીને હઝિરામાં પેસેન્જર ટર્મિનલ પર ફેરી સર્વિસને લીલી ઝંડી આપી હતી.
આ શુભારંભ પ્રસંગે મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સરકાર ક્રૂઝ ટુરિઝમના વિકાસ પર વિશેષ ઘ્યાન કેન્દ્રિત કરી રહી છે. વર્ષ 2014માં ભારતમાં દર વર્ષે આશરે 1.07 લાખ ક્રૂઝ પેસેન્જરો હતા. જે 2019-20 માં વર્ષ દીઠ 4.63 લાખ થઇ ગયા હતા. આ ગાળામાં ભારતીય બંદરો પર ક્રૂઝ કોલ અનુક્રમે 139 અને 445 હતી.
મેરિટાઇમ વિઝન 2030 હેઠળ અમારો ઉદેશ દર વર્ષે 350 થી વધારુ ક્રૂઝ શિપ, 3000 થી વધારે ક્રૂઝ કોલ, 3 થી વધારે ક્રૂઝ ટ્રેનીંગ એકેડેમીઓ અને વર્ષ 2030 સુધીમાં પ મિલિયન ક્રૂઝ પેસેન્જર હાંસલ કરવાનો છે. અને ક્રૂઝ ઉઘોગ માટે ઉચિત ઇકોસ્ટિમ ઉભી કરવા સર્વગ્રાહી પગલા લઇ રહ્યા છીએ. હઝિરાને ક્રૂઝ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવાની સાથે પેસેન્જર ફેરી સર્વિસ હરણફાળ છે. આ ગુજરાતના પ્રવાસન ક્ષેત્ર માટે પણ ઘણી તકો ઉભી કરશે.
એસ્સાર કેપિટલના ડાયરેકટર પ્રશાંત રુઇયાએ કહ્યું હતું કે એસ્સાર શરૂઆતથી ભારતીય દરિયાઇ ક્ષેત્રના વિકાસમાં સંકળાયેલી છે અને એનું જોડાણ જાળવી રાખશે, અમને પોર્ટસ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલયના મેરિટાઇમ ઇન્ડિયા વિઝન 2030ને અનુરુપ પ્રોજેકટ તરીકે આ સેવા શરુ કરવાની ખુશી છે. જે ભારતના દરિયાઇ ક્ષેત્રની વૃઘ્ધિને વેગ આપવા માટેનો માર્ગ મોકળો કરશે. અમે જહાજ મંત્રાલય (ભારત સરકાર) ગુજરાત સરકાર અને ગુજરાત મેરિટાઇમ બોર્ડના સીમાચિહ્ન સર કરવા માટે સતત સાથ સહકાર આપવા બદલ આભાર માનીએ છીએ.
હવે 300 પેસેન્જરની ક્ષમતા સાથે અદ્યતન ક્રૂઝ કમ પેસેન્જર ફેરી જહાજ જય સોફિયા ‘મુંબઇ મેઇડન’ હઝિરાથી દીવ સુધીની પહેલી સફર શરુ કરશે. જહાજ બોર્ડ પર તમામ સુવિધા ધરાવશે અને વિવિધ પ્રકારની સેવાઓ પ્રદાન કરશે. ફેરી સર્વિસનું સંચાલન એસએસઆર મેરિન સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ કરે છે.
આ પ્રસંગેે એસ્સાર પોર્ટસ લિમિટેડના મેનેજીંગ ડાયરેકટર રાજીવ અગ્રવાલે કહ્યું હતું કે આ અમારા માટે મોટું સીમાચિહ્ન છે. ફેરી ટર્નિનલ રેકોર્ડ ટાઇમમાં કાર્યરત છે અને ફેર સર્વિસ ભારતીય દરિયા કિનારા ઉપરાંત એર, રોડ અને રેલવે આધારીત જોડાણમાં મહત્વપૂર્ણ ઉમેરો છે. આ માર્ગો પર ગીચતા ઘટાડવા ઇંધણનો વપરાશ ઘટાડવા અને હવાનું પ્રદુષણ નિયંત્રિત કરવા અમારી વ્યુહાત્મક યોજનાનો ભાગ છે.
કોવિડ-19 રોગચાળાએ દુનિયાભરમાં ફેરી અને ક્રૂઝ કામગીરી પર નુકશાનકારક અસર કરી હતી. રોગચાળાએ અર્થતંત્રની સાથે પ્રવાસ પર પણ માઠી અસર કરી છે. દેશભરમાં રસીકરણ અભિયાન સાથે લગભગ એક વર્ષમાં મર્યાદિત પ્રવાસ શરુ થયો છે. દુનિયા રોગચાળા સાથે જીવવાનું શીખી રહી હોવાથી ઇબીટીએલએ ફેરી સેવાઓ શરુ કરવાની વ્યવસ્થા કરી છે તથા ફેરી સર્વિસ સલામત અને સ્વસ્થ વાતાવરણમાં થાય એ સુનિશ્ર્ચિત કરવા વિશ્ર્વ આરોગ્ય સંસ્થાની માર્ગદર્શિકાનું પાલન કરશે.
ઇબીટીએલએ સુવિધાની ડિઝાઇન અને નિર્માણની જવાબદારી લીધી હતી. જેમાં લેન્ડિંગ પ્લેટફોર્મ, પેસેન્જર વોકવે અને ફલોટિગ પોન્ટન જેવી દરિયાઇ માળખાગત સુવિધા તેમજ ટર્નિનલનું નિર્માણ, કાફટેરિયા અને વ્હિકલ પાકિંગ એરિયા જેવી કિનારા-આધઆરિત સુવિધાઓ સામેલ છે. પ્રોજેકટ એસ્સાની ઇન-હાઉસ કુશળતા અને સંશાધનોનો ઉપયોગ કરીને રેકોર્ડ ટાઇમમાં પૂરો થયો છે. ઉદાહરણ તરીકે ટર્નિનલને કાર્યરત કરવા માટે જરુરી ડ્રાફટ માટે એસ્સારના પોતાના ડ્રેજર્સનો ઉપયોગ થયો હતો.