સુરત, ખેડા, નવસારીમાં સબકા સા સબકા વિકાસ સંમેલન યોજાશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૩ વર્ષના સ્વર્ણીમ કાર્યકાળની ઉજવણીના ભાગરૂપે તા ૩ વર્ષ દરમ્યાન કેન્દ્ર સરકાર દ્વારા યેલ પ્રજાહિતના કાર્યો તેમજ યોજનાઓની વિગતો જન-જન સુધી પહોંચે તે હેતુી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરજી, કલરાજ મિશ્રા અને જે. પી. નડ્ડા આગામી તા. ૧૫ થી  ૧૭ જૂન દરમ્યાન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેમ પ્રદેશ ભાજપ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું છે.

આ કેન્દ્રીય મંત્રીઓના વિગતવાર પ્રવાસ અંગે માહિતી આપતાં ભરત પંડયાએ જણાવ્યું હતું કે, પ્રકાશ જાવડેકરજી સુરત ખાતે પધારશે. સુરત જીલ્લાના માંડવી ખાતે અને સાંજે ૪ કલાકે તાપી જીલ્લાના ઉચ્છલ ખાતે સબકા સા, સબકા વિકાસ-સંમેલનમાં વિશાળ સંખ્યામાં ઉપસ્તિ જનમેદનીને સંબોધન કરશે. ત્યારબાદ બીજા દિવસે તા. ૧૬ જૂન શુક્રવારના રોજ આણંદ ખાતે સવારે ૯ કલાકે મોદી ફેસ્ટ રને પ્રસન કરાવશે અને સાંજે ૪ કલાકે ખેડા જીલ્લાના નડીયાદ ખાતે સબકા સા, સબકા વિકાસ-સંમેલનમાં ઉપસ્તિ જનમેદનીને સંબોધન કરશે. કેન્દ્રીય મંત્રી કલરાજ મિશ્રા તા. ૧૬ જૂનને શુક્રવારના રોજ સવારે ૯ કલાકે ભરૂચ ખાતે મોદી ફેસ્ટ રને પ્રસન કરાવશે.

 

ત્યારબાદ સાંજે ૪ કલાકે નવસારી ખાતે સબકા સા, સબકા વિકાસ-સંમેલનમાં ઉપસ્તિ જનમેદનીને સંબોધન કરશે. કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા તા. ૧૬ જૂનને શુક્રવારના રોજ સવારે ૯ કલાકે જામનગર શહેર ખાતે મોદી ફેસ્ટ રને પ્રસન કરાવશે. ત્યારબાદ સાંજે ૪ કલાકે જામનગર જીલ્લા ખાતે અને બીજા દિવસે તા. ૧૭ જૂનને શનિવારના રોજ સવારે ૧૦ કલાકે રાજકોટ ખાતે અને સાંજે ૪ કલાકે મોરબી ખાતે સબકા સા, સબકા વિકાસ-સંમેલનમાં ઉપસ્તિ રહીને જનમેદનીને સંબોધન કરશે .

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.