આગામી ચુંટણીમાં મતદાન કરવા લોકજાગૃતિ માટે કામ કરવા રમત-ગમત, કલા, આદ્યાત્મક, પત્રકારત્વ અને સાહિત્ય જગતનાં શિરમોર ગુજરાતીઓ કે જેઓ પોતાના ટવીટર એકટીવ છે તેઓને ટવીટરના માધ્યમથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ અપીલ કરી છે. વિવિધ ક્ષેત્રોના મહારથીઓને અપીલ કરતા જણાવેલ છે કે તેઓ પોતાના ચાહક વર્ગમાં મતદાન અંગે જાગૃતિ નિર્માણ કરે.

મનસુખભાઈ માંડવીયાએ આધ્યાત્મક ક્ષેત્ર બીએપીએસ સંસ્થા, પૂજય ભાઈશ્રી દાદા ભગવાન સંસ્થા, રમત-ગમત ક્ષેત્રે પૂર્વ ક્રિકેટર અજય જાડેજા, ઈરફાન પઠાણ, પંકજ અડવાણી, અપર્ણા પોપટ, અંકિતા રૈના, રવિન્દ્ર જાડેજા, ચેતેશ્ર્વર પુજારા, હાર્દિક પંડયા, જસપ્રીત બુમરાહ, પાર્થિવ પટેલ અને જાણીતા ફીટનેશ ટ્રેનર સપના વ્યાસ પટેલ, ગુજરાતી ગાયક કલાકારો ઐશ્વર્યા મજમુદાર, કિંજલ દવે, વિક્રમ ઠાકોર, સંગીતકાર સલીમ મર્ચન્ટ, શ્યામલ સૌમિલ, હિમેશ રેશમિયા, પંકજ ઉધાસ, ભૂમિ ત્રિવેદી, દર્શન રાવલ, પાર્થ ઓઝા, ફિલ્મ કલાકાર આરોહી પટેલ, મનોજ જોષી, મલ્હાર ઠાકર, અમીષા પટેલ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીમ, ગુજરાતના તમામ અખબાર, ગુજરાતી ન્યુઝ ચેનલ અને પત્રકારો, ગુજરાતના સાહિત્યકારો જય વસાવડા, અંકિત ત્રિવેદી વગેરેને અપીલ કરતા જણાવેલ કે શબ્દોની આરાધનાથી વાચકવર્ગમાં આપે અનન્ય સ્થાન ઉભું કરેલ છે. આપનું લખાણ વાંચનાર-માણનાર ચાહક વર્ગને મજબુત લોકશાહી નિર્માણ માટે લોકસભા સામાન્ય અચુક મતદાન કરવા જાગૃત અને પ્રોત્સાહિત કરશો તેવી અરજ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.