કેન્દ્રિય મંત્રીએ જીપમાં જંગલની સફર માણી સિંહ દર્શન કર્યા, રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓ પાસેથી ઝીણવટભરી વિગતો મેળવી જરૂરી સૂચનાઓ આપી
પર્યાવરણ તથા વન અને આબોહવાના કેન્દ્રિય મંત્રી ભુપેન્દ્ર યાદવ ગીરની મુલાકાતે પધાર્યા હતા. તેઓએ ગીરના જંગલની ગત સાંજે અને આજે સવારે જીપમાં સફર માણીને સિંહના સંવર્ધન અને સંરક્ષણ નિહાળ્યું હતું.
ઉપરાંત તેઓએ રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી તમામ ઝીણવટભરી વિગતો મેળવી હતી.
કેન્દ્રના પર્યાવરણ તથા વન અને આબોહવાના કેન્દ્રિય મંત્રી ભુપેન્દ્ર યાદવ ગઈકાલે રાજકોટ એરપોર્ટ પહોંચ્યા હતા. અહીંથી તેઓ ગીર જવા રવાના થયા હતા.
ગીર પહોંચ્યા બાદ સાંજે તેઓએ ગીરની સફર માણી હતી. આ વેળાએ એક સાથે 10થી વધુ સિંહો પાણી પીતા હોય તેવો નજારો જોવા મળ્યો હતો. તેઓની સાથે જીપમાં રાજ્યના બે મંત્રી અને એક એક કેન્દ્રના અધિકારી પણ જોડાયા હતા.
કેન્દ્રીય મંત્રીએ સફર વેળાએ સિંહના સંરક્ષણ અને સંવર્ધનની તમામ વિગતો જાણી હતી. ઉપરાંત તેઓએ આજે સવારે પણ ફરી જંગલની સફર માણી હતી. બાદમાં આજે પર્યાવરણ, વન અને આબોહવા, શ્રમ અને રોજગારના કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવે બેઠક યોજી હતી.
જેમાં વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરીના કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, સહકાર કુટીર ઉઘોગ, મીઠા ઉઘોગ, પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો) ઉઘોગ, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, પ્રીન્ટીંગ અને સ્ટેશનરી (રાજયકક્ષા)ના મંત્રી જગદિશ વિશ્વકર્મા, ડાયરેકટર જનરલ ઓફ ફોરેસ્ટ એન્ડ સ્પેશીયલ સેક્રેટરી, ગવર્મેન્ટ ઓફ ઈન્ડીયા ચંદ્રપ્રકાશ ગોયલ, અગ્ર મુખ્ય વન સંરક્ષક, અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજય એમ.એમ.શર્મા, એડીશનલ ડાયરેકટર જનરલ એસ.પી.યાદવ, અગ્ર મુખ્ય વન સંરક્ષક, ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન, ગુજરાત શ્યામલ ટીકાદાર, મેમ્બર સેક્રેટરી, સેન્ટ્રલ ઝુ ઓર્થોરેટી, ન્યું દીલ્હી સંજય કુમાર શુક્લા, અગ્ર મુખ્ય વન સંરક્ષક અને મેનેજીંગ ડાયરેકટર, ગુજરાત રાજય વન વિકાસ નીગમ, વડોદરા એસ.કે.ચર્તુવેદી, અઘિક અગ્ર મુખ્ય વન સંરક્ષક, નાણાકીય વ્યવસ્થાપન અને આયોજન,ગાંઘીનગર નીત્યાનંદ શ્રીવાસ્તવ અઘિક અગ્ર મુખ્ય વન સંરક્ષક, ગાંઘીનગર એન.એસ. યાદવ, ડી.આઈ.જી. રીજયોનલ ઓફિસ શ્રવણ કુમાર શર્મા ડી.આઈ.જી. વાઈલ્ડ લાઈફ રાકેશ કુમાર જગેનીયા, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ગાંઘીનગર,મુખ્ય વન સંરક્ષક, વન્યપ્રાણી વર્તુળ, જુનાગઢ આરાઘના શાહુ, વન સંરક્ષક, સામાજિક વનીકરણ વર્તુળ, રાજકોટ ડો.સંદિપ કુમાર, ડીસીએફ ગીર પશ્ચિમ ધીરજ મિત્તલ, ડીસીએફ સાસણ મોહન રામ, સીસીએફ વન્ય પ્રાણી વર્તુળ જૂનાગઢના આરાધના શાહુ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.