કેન્દ્રીય મંત્રી અનંત કુમારનું સોમવારે વહેલી સવારે નિધન થયું છે. તેઓ 59 વર્ષના હતાં. છેલ્લાં કેટલાક મહિનાઓથી તેઓ કેન્સરથી પીડાતા હતાં. ઓક્ટોબરમાં ન્યૂયોર્કમાં મેમોરિયલ સલોઅન કેટેરિંગ સેન્ટરથી ઈલાજ કરાવીને પરત ફર્યા હતા. તબિયત બગડતાં તેમને બેંગલુરુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કુમારને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
અનંત કુમારનો પાર્થિવ દેહ સવારે 9 વાગ્યાથી બેંગલુરુના નેશનલ કોલેજ ગ્રાઉન્ડ પર અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. જેથી અહીં લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી શકે. તેમના નિધન પર કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સમગ્ર દેશમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવાનો આદેશ આપ્યો છે. તે પ્રમાણે રાષ્ટ્રીય શોક પણ રાખવામાં આવશે. અનંત કુમારના આવતી કાલે અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને તેમાં વડાપ્રધાન મોદી પણ હાજર રહેશે.
Bengaluru: National flag draped over casket carrying mortal remains of Union Minister #AnanthKumar, who passed away in the early hours today. pic.twitter.com/DURLjS99L3
— ANI (@ANI) November 12, 2018