ઓખામાં નેશનલ એકેડેમી ઓફ કોસ્ટલ પોલીસીંગનું ભૂમિપૂજનને આવકારતા રાજૂભાઇ ધ્રુવ
ભગવાન શ્રીકૃષ્ણના સમયમાં અતિરથી સાત્યકી દ્વારા સમુદ્ર તટીય સુરક્ષા કરવામાં આવી હતી, હવે દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં શ્રીકૃષ્ણની ભૂમિમાં સરહદી સલામતી માટે રાષ્ટ્રીય એકેડેમી શરૂ થશે:રાજુભાઇ ધ્રુવપવિત્ર શ્રીકૃષ્ણભૂમિ દ્વારકા-સોમનાથ જ્યોતિર્લિંગ સહિતના દેશભરના સાગરકાંઠાની સુરક્ષા શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા: રાજુભાઈ ધ્રુવ દ્વારકામાં યશસ્વી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રીઅમિતભાઈ શાહે નેશનલ એકેડેમી ઓફ કોસ્ટલ પોલિસીંગ નું ભૂમિ પૂજન કરી દેશ ની દરિયાઈ સુરક્ષા માટે પ્રતિબદ્ધતા સાથે ઐતિહાસિક પગલું લીધું છે:રાજુભાઈ ધ્રુવ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ઓખા ખાતે નેશનલ એકેડેમી ઓફ કોસ્ટલ પોલીસિંગનું ભૂમિપૂજન કર્યું છે ત્યારે દેશના સીમાડાની સુરક્ષા માટે આ નેશનલ એકેડમી ઘણી ઉપયોગી સાબિત થશે તેમ જણાવી સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે સૌરાષ્ટ્ર-કચ્છને આ સુવિધા આપવા બદલ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહનો આભાર માન્યો છે.
ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે એક નિવેદનમાં જણાવ્યું છે કે દેશ ની સુરક્ષાની દ્રષ્ટિએ સૌરાષ્ટ્રનો સાગરકાંઠો ઘણો મહત્વનો છે. દુશ્મન દેશના નાપાક તત્વોની નજર સતત આ વિસ્તાર ઉપર રહેતી હોય છે પરંતુ આપણા જાંબાજ સૈનિકો તેમના ઈરાદાઓ સફળ થવા દેતા નથી. હવે જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સીમાડાની સુરક્ષા ને વધુ મજબૂત કરવામાં આવી રહી છે ત્યારે માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાતની નહીં પરંતુ સમગ્ર દેશની પ્રજાને વધુ સલામતીનો અનુભવ થશે તે નિશ્ચિત છે.
મુંબઈ પર 26/11ના આતંકી હુમલા બાદ એક વિચાર શરૂ થયો હતો કે સુનિયોજિત રીતે સમુદ્ર તટીય વિસ્તારોમાં સુરક્ષા કર્મીઓને ટ્રેનિંગ આપવામાં આવે. આ વિચારને અમલમાં મૂકીને કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા નેશનલ એકેડેમી ઓફ કોસ્ટલ પોલિસીંગની સ્થાપના કરવામાં આવી છે.
ભારત સરકારે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નવીનતમ ટેકનોલોજી અને અત્યાધુનિક તાલીમ સુવિધાઓ સાથે ગઅઈઙને વિકસાવવા માટે રૂ. 441 કરોડ મંજૂર કર્યા છે જે દરિયાકાંઠાની સરહદોની સુરક્ષા વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. રાજુભાઈ ધ્રુવે વધુમાં એમ પણ કહ્યું છે કે વિષમ ભૌગોલિક પરિસ્થિતિમાં પણ સુચારુ રૂપથી સૈનિકો- જવાનોને તાલીમ આપી શકાય તે માટે 450 એકર જેટલી વિશાળ જગ્યામાં અત્યાધુનિક સાધનો સહિતની વિશ્વ સ્તરની સુરક્ષા તાલીમ વ્યવસ્થા કરવામાં આવશે.
કચ્છ જિલ્લાના જખૌ તટ પર આવેલી ઇજઋની 05 કોસ્ટલ આઉટપોસ્ટનું તેમજ સિરક્રીક વિસ્તારમાં લખપતવારી ખાતેના એક ઓપી ટાવરનું પણ ઈ-ઉદઘાટન કરીને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે દેશની સુરક્ષા ને વધુ મજબૂત કરી છે તેમ જણાવતા રાજુભાઈ ધ્રુવે વધુમાં કહ્યું છે કે,નેશનલ એકેડમી ઓફ કોસ્ટલ પોલીસિંગની સ્થાપના 09 કોસ્ટલ રાજ્યો, 05 કેન્દ્રશાસિત પ્રદેશોમાં સમુદ્ર તટીય પોલીસ અને કેન્દ્રીય પોલીસ દળોને સઘન અને ઉચ્ચ સ્તરીય તાલીમ આપવા માટે કરવામાં આવી છે.
તેમણે કહ્યું છે કે કચ્છ, પોરબંદર – જામનગર – સલાયા સહિતના વિસ્તારો તથા રિલાયન્સ રિફાઇનરી સહિત ના મોટા દેશ ને માટે મહત્વ ના ઉદ્યોગો દરિયા કાંઠા નજીક હોઈ તમામ ને સુરક્ષિત કરવાનું કામ સરકારે કર્યું છે.સમુદ્રી સુરક્ષા ની દુરોગામી નીતિ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવી છે.દેશની સીમામાં ઘૂસવાનો પ્રયત્ન કરનારના દાંત ખાટા કરવાની નીતિ સાથે કેન્દ્ર માં શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાત માં ભુપેન્દ્રભાઈ પટેલ ની ડબલ એન્જીન સરકાર કામ કરી છે તેમ જણાવતા રાજુભાઈ ધ્રુવે ઉમેર્યું છે કે ભાજપના રાજમાં દાણચોરી બંધ થઈ છે અને જ્યારે જ્યારે દેશના દુશ્મનો એ આવી નાપાક પ્રવૃત્તિ કરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે ત્યારે તેમને કડકાઈ સાથે પાઠ ભણાવવામાં આવ્યો છે .આ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તથા ગૃહપ્રધાન શ્રી અમિતભાઇ શાહ નો આભાર માનતા શ્રી રાજુભાઈ ધ્રુવે એમ પણ કહ્યું છે કે ભવિષ્યમાં પણ સમગ્ર ગુજરાત સહિત દેશભરના દરિયાકાંઠા-દરિયાઈ સરહદો વધુ સુરક્ષિત બને અને તેને કારણે દેશની આંતરિક સુરક્ષા પણ વધુ સુનિશ્ચિત થાય તે માટે કામગીરી કરવા તથા દેશ ની સુરક્ષા સામે ના કોઈપણ પડકારો નો સામનો કરવા માટે ભાજપની સરકાર મક્કમ નિર્ધાર સાથે કટિબદ્ધ છે સજ્જ છે તેવો વિશ્વાસ રાજુભાઈ ધ્રુવે વ્યક્ત કર્યો છે.