• ગુજરાત વિધાનસભામાં 22 ઓક્ટોમ્બરે કાયદાના ડ્રાફ્ટિંગ માટે તાલીમ વર્ગ
  • લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ તાલીમ કાર્યક્રમમાં અધિકારીઓને ટ્રેનિંગ અપાશે
  • આ કાર્યક્રમમાં દેશનાં ગૃહમંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિ રહેશે
  • CM ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળ, ધારાસભ્ય અને સાંસદ સભ્યો હાજર રહેશે

22 ઓક્ટોબરનાં રોજ સવારે અમિત શાહ ગુજરાત આવશે અને આણંદનાં મહેમાન બનશે. તેમજ 22 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનો જન્મદિવસ પણ છે. આ જન્મદિવસે દેશનાં ગૃહમંત્રી NDDB નાં મહેમાન બનશે. જ્યારે 31 ઓક્ટોબરે સાળંગપુર હનુમાનજી મંદિરે યોજાનાર મારુતિ યજ્ઞમાં દેશનાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી ભાગ લેશે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દિવાળી પહેલા ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ દરમિયાન પ્રાપ્ત માહિતી મુજબ, 22 ઓક્ટોબરનાં રોજ તેઓ આણંદનાં મહેમાન બનશે અને NDDB ની ડાયમંડ જ્યુબિલી સેલિબ્રેશન તેમજ અમુલનાં સ્થાપક ત્રિભુવનદાસ પટેલની જન્મ જયંતી કાર્યક્રમમાં હાજરી આપશે. તમને જણાવી દઈએ કે, 22 ઓક્ટોબરનાં રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનો જન્મદિવસ પણ છે. જન્મદિવસે દેશના ગૃહમંત્રી NDDB ના મહેમાન બનશે. તેમજ આ ઉજવણીમાં ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત અન્ય મંત્રી, નેતા અને અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 31 ઓક્ટોબરનાં રોજ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે આવશે. આ સાથે સવારે 10 કલાકે તેઓ સાળંગપુર હનુમાનજી મંદિરે પહોંચશે અને હનુમાન દાદાનાં દર્શન કર્યા બાદ મંદિરે તૈયાર થયેલા નૂતન યાત્રિક ભવનનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દાદાનાં સાનિધ્યમાં મારુતિ યજ્ઞમાં ભાગ લેશે. તેમજ આ કાર્યક્રમ અંગે કોઠારી વિવેકસાગર સ્વામીએ માહિતી આપી છે કે નૂતન યાત્રિક ભવનમાં 1100 જેટલા રૂમ તૈયાર કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.