ષોડશોપચાર પૂજન કરી ધ્વજા ચઢાવી કુંડળધામમાં સત્સંગ શિબિરનો આરંભ કરાવ્યો
અબતક-રાજકોટ
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઇ શાહે સ્વામિનારાયણ મંદિર કુંડળ ધામ ખાતે 30મી સત્સંગ શિબિરમાં ઉપસ્થિત રહી શુભારંભ કરાવ્યો હતો. મંદિરમાં સ્થિત ભક્તેશ્વર મહાદેવજીની મૂર્તિનું પૂજન અને ભગવાન નીલકંઠ વર્ણીની પ્રતિમાની પૂજન વિધિ કરી આશિર્વાદ મેળવ્યા હતા. તેઓએ સાળંગપુર સ્થિત સુપ્રસિદ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાન દાદાને વાઘા અને મુગટ અર્પણ કરીને ષોડશોપચાર પૂજન દ્વારા આર્શીવાદ મેળવ્યા હતા. મંદિર પર આરોહણ માટે પૂજન વિધિ કરી ધ્વજા અર્પણ હતી. સાળંગપુર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણના દર્શન પૂજન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સ્વામિનારાયણ મંદિર કુંડળધામ ખાતે 30મી સત્સંગ શિબિરમાં ઉપસ્થિત રહી શુભારંભ કરાવ્યો હતો અને મંદિરમાં સ્થિત ભક્તેશ્વર મહાદેવની સ્થાપન, પૂજન અને ભગવાન નીલકંઠ વર્ણીની પ્રતિમાની પૂજન વિધિ કરી આશિર્વાદ મેળવ્યા હતા. કુંડળધામ સ્થિત સ્વામિનારાયણ મંદિર દ્વારા છેલ્લા 30 વર્ષથી પ્રતિવર્ષ હિન્દુ સંસ્કાર, સંસ્કૃતિના સંવર્ધન અને બાળકો, યુવાનો, નાગરિકોના ઘડતર તથા નિર્વ્યસની સમાજના નિર્માણ હેતુ આ પ્રકારે સત્સંગ શિબિર યોજાઇ રહી છે. આ સત્સંગ શિબિરમાં દેશ વિદેશના હજારો અનુયાયીઓ અને સત્સંગીઓ સહભાગી બની ચારિત્ર્ય નિર્માણ સાથે નૈતિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યોનું શિક્ષણ મેળવે છે.
આ ઉપરાંત શાહે બોટાદ જિલ્લાના આસ્થાના કેન્દ્ર સાળંગપુર સ્થિત સુપ્રસિદ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાન દાદાને વાઘા અને મુગટ અર્પણ કરીને ષોડશોપચાર પૂજન દ્વારા આર્શીવાદ મેળવ્યા હતા તથા ધ્વજ પૂજન કરી મંદિર પર તેને આરોહિત કરવામાં આવ્યો હતો. બાદમાં શાહે સાળંગપુર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણના દર્શન પૂજન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.