કુળદેવી રૂપાલમાં વરસાદાયિની માતાના મંદિરે સોનાથી મઢાયેલા ગર્ભગૃહ અને દ્વારને ખૂલ્લો મૂકશે: જીટીયુના નવા કેમ્પસનું ભૂમિ પૂજન
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ આગામી 27મી સપ્ટેમ્બરના રોજ ફરી માદરે વતન ગુજરાતની મૂલાકાતે આવી રહ્યા છે. તેઓ ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામ સ્થિત વરદાયીની માતાના મંદિરે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી સોનાથીમઢેલા મંદિરના ગર્ભગૃહ અને દ્વારનેભાવિકો માટે ખૂલ્લો મૂકશે આ ઉપરાંત ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના નવા કેમ્પસનું ભૂમી પૂજન કરશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમજેમ નજીક આવી રહી છે. તેમ તેમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ વારંવાર ગુજરતાની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાતના ગઢમાં ફરી ભાજને સત્તારૂઢ કરવા માટે તેઓ કોઈ જ કચાશ રાખવા માંગતા નથી. અમિતભાઈ શાહ આગામી બીજા નોરતે ગુજરાતની મૂલાકાત દરમિયાન સરકાર અને સંગઠનના હોદેદારો સાથે બેઠક યોજશે.ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં આવેલા વરદાયિની માતાના મંદિરમાં લોકોને ઘણી શ્રદ્ધા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આગામી 27મી સપ્ટેમ્બરે એટલે કે બીજા નોરતે રૂપાલની મુલાકાતે આવવાના છે. આ દરમિયાન તેઓ વરદાયિની માતાના મંદિરના સોનાથી મઢાયેલા ગર્ભગૃહ અને દ્વારને ખુલ્લો મૂકશે.
અમિત શાહની મુલાકાતને પગલે રૂપાલમાં હાલ તેમના સ્વાગત માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમિત શાહના આ ગુજરાત પ્રવાસના દરમિયાન જિલ્લા કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજાવાના છે. જેમાં કલોલ તેમજ શાહના વતન માણસા ખાતે મોટાપાયે કાર્યક્રમનું આયોજન કરાયું છે. અમિત શાહ દર વર્ષે પોતાના પરિવાર સાથે બીજા નોરતે પોતાના વતન માણસા ખાતે કુળદેવી બહુચર માતાના મંદિરે દર્શન માટે અચૂક આવે છે. આ ઉપરાંત રૂપાલ ગામને તેમણે સાંસદીય ગામ તરીકે દત્તક લીધું છે.
આથી પણ રૂપાલ પ્રત્યે તેઓ વિશેષ ધ્યાન આપી રહ્યા છે.અમિત શાહના આ ગુજરાત પ્રવાસના દરમિયાન જિલ્લા કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજાવાના છે. જેમાં કલોલ તેમજ શાહના વતન માણસા ખાતે મોટાપાયે કાર્યક્રમનું આયોજન કરાયું છે. અમિત શાહ દર વર્ષે પોતાના પરિવાર સાથે બીજા નોરતે પોતાના વતન માણસા ખાતે કુળદેવી બહુચર માતાના મંદિરે દર્શન માટે અચૂક આવે છે. આ ઉપરાંત રૂપાલ ગામને તેમણે સાંસદીય ગામ તરીકે દત્તક લીધું છે. આથી પણ રૂપાલ પ્રત્યે તેઓ વિશેષ ધ્યાન આપી રહ્યા છે.