કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા દ્વારા ભાવનગર જિલ્લાના ઘેટીગામે 285.37 લાખના વિકાસકાર્યોના ખાત મુહૂર્ત અને લોકાર્પણ કરાયા
ભારત સરકારના કેન્દ્રીય મંત્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ ડો. મનસુખભાઈ માંડવિયા દ્વારા પોતાના માદરે વતન એવા ભાવનગર જિલ્લાના પાલિતાણા નગરપાલિકા તેમજ પાલિતાણા તાલુકામાં આશરે 285.37 લાખના ખાત મુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા.
પાલિતાણાના ધારાસભ્યશ્રી ભીખાભાઇ બારૈયા, નગરપાલિકાના પ્રમુખ શિલાબેન શેઠ ઉપપ્રમુખ મિલનભાઈ રાઠોડની વિશેષ ઉપસ્થિતિમા આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પાલિતાણાના રાજકીય હોદ્દેદારો, નગરપાલિકાના સદસ્યો, દરેક સેલ-મોરચાના હોદ્દેદારો, સક્રિય સભ્યો, દરેક સંસ્થાના કાર્યકર્તા, સામાજિક આગેવાનોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
પાલિતાણાના ઘેટીમાં આવેલ નાની માળમાં સ્મશાન રોડ, દુધાળામાં જૂની શાળા રોડ, દેદરડામાં કોમ્યુનીટી હોલ, જાળીયામાં શાળામાં ભોજન શેડ થોરાળામાં રોડ તેમજ હાથસણીમાં દલિત વિસ્તારમાં આંબેડકર હોલનું ખાત મુહૂર્ત કરવામાં આવેલ હતું, જેમાં દરેક ગામોમાં આશરે ૫ લાખ જેવી રકમના કામોનું ખાત મુહૂર્ત કરવામાં આવેલ હતું.
પાલિતાણાના કુજરડા , પાચ પીપળા , ચોંડા, રાણપરડા , ઘેટીમાં તળાવ તેમજ રોડ પરના બ્લોકનું લોકાર્પણ આશરે 80 લાખ જેવી રકમનું કરવામાં આવેલ હતું. આ રીતે નવા કામોના ખાત મુહૂર્ત તેમજ પૂર્ણ થયેલ કામોનું લોકાર્પણ લોકોની સુખાકારી માટે કરવામાં આવેલ હતું.