ભારત સરકારના આરોગ્ય મંત્રી અને ગુજરાત રાજયસભાના સાંસદ ડો. મનસુખભાઇ માંડવીયાનો આજે જન્મદિન છે. 135 કરોડ દેશવાસીઓના આરોગ્યની સતત ખેડવા કરતા મનસુખભાઇને આજે જન્મદિન નિમિતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ખાસ શુભકામના પાઠવી હતી. દેશ-વિદેશમાંથી તેઓ પર શુભેચ્છાનો અનરાધાર વરસાદ થઇ રહ્યો છે.

સંગઠનના માણસ મનાતા એવા ગોહિલવાડના વતની મનસુખભાઇ માંડવીયાએ પ્રદેશ ભાજપ મહામંત્રી તરીકેની જવાબદારી સુપરે નિભાવ્યા બાદ તેઓની પક્ષ પ્રત્યેની નિષ્ઠાને ઘ્યાનમાં રાખી ગુજરાતથી રાજયસભામાં મોકલવામાં આવ્યા હતા. કેન્દ્રની મોદી સરકારમાં રાજયકક્ષાના મંત્રી તરીકે કાબેલીદાદ કામગીરી કર્યા બાદ વડાપ્રધાને તેઓના કામની કદર કરતાં કેબિનેટ મંત્રી મનાવ્યા હતા અને કોરોનાના કપરા કાળમાં આરોગ્ય મંત્રાલય જેવું મહત્વપૂર્ણ મંત્રાલયના મંત્રી બનાવવામાં આવ્યા.

કોરોના સામેની લડાઇમાં તેઓ સફળ રહ્યા અને વેકિસનેશનની કામગીરીમાં પણ સવાયા સાબિત થયા. મનસુખભાઇ હાલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહની ગુડ બુકમાં છે આજે જન્મદિન નિમિતે તેઓએ ખુદ વડાપ્રધાને શુભેચ્છા પાઠવી હતી.કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા જીવનમાં સતત સફળતાના શીખરો સર કરે તેવી અઢળક શુભ કામના ‘અબતક’ પરિવાર  પાઠવી રહ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.