રાજકોટમાં બનશે રિવોલ્વર, રાયફલ, પિસ્તોલ, એન્ટી એરક્રાફ્ટ ગન: હથિયાર બનાવવાની ફેકટરી ટૂંક સમયમાં થશે શરૂ
અબતક-રાજકોટ
સૌરાષ્ટ્ર ના પાટનગર રાજકોટ શહેરમાં મશીન ટુલ્સ ક્ષેત્રે ઉધોગોના વિકાસમાં નવું પીછું ઉમેરાયુ છે.રાજકોટ શહેરમાં હવે પિસ્તોલ,રિવોલ્વર, રાઇફલ તથા એન્ટી એરક્રાફ્ટ ગનનું ઉત્પાદન શરૂ થવા જઈ રહ્યું છે.ચાલુ વર્ષના અંત સુધીમાં હથિયાર બનાવવાની ફેક્ટરી રાજકોટ શહેરમાં ધમધમતી થઈ જશે. પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ સ્થિત રેસ્પિયન એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની હથિયારો નું ઉત્પાદન શરૂ કરશે.જેના માટેનું લાયસન્સ કંપનીને કેન્દ્રીય સંરક્ષણ તેમજ ગૃહ મંત્રાલય દ્વારા મળી ચૂક્યું છે.
પ્રીતિ પટેલ મૂળ રાજકોટના, હાલમાં મુંબઈ રહે છે, 25 વર્ષનો બિઝનેસનો અનુભવ
રેસ્પિયન એન્ટરપ્રાઈઝ કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર પ્રીતિ પટેલ મૂળ રાજકોટના તેમજ હાલમાં મુંબઈ રહે છે.પ્રીતિ પટેલ રાજકોટ તેમજ મુંબઈ બંન્ને શહેરોમાં તેમનો બિઝનેસ ચલાવે છે.કંપનીને હાલમાં એન્ટી એર ક્રાફટ ,રાઇફલ, પિસ્તોલ , રિવોલ્વર બનાવવાનું લાયસન્સ કંપનીને મળ્યું છે.હથિયારોનું ઉત્પાદન શરૂ થતાં ભારતીય સૈન્ય, સીઆરપીએફ સહિત સુરક્ષા એજન્સીઓને હથિયાર વહેંચી શકશે.કંપનીના ડાયરેક્ટર પ્રીતિ પટેલ 25 વર્ષનો બિઝનેસનો અનુભવ ધરાવે છે.ભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ પ્રીતિ પટેલે મહત્વના પ્રોજેકટ સાકાર કર્યા છે. મશીન ટુલ્સ ક્ષેત્રે હબ ગણાતા રાજકોટમાં કુવાડવા પાસે “રેસ્પીયન એન્ટરપ્રાઈઝ” હથિયાર બનાવવા માટે ફેકટરી શરૂ કરશે
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સિમિટમાં 50 કરોડના ખઘઞ
રાજકોટ શહેરમાં હથિયાર બનાવવાની ફેકટરી ટૂંક જ સમયમાં શરૂ થનાર છે ત્યારે આ કંપનીએ વર્ધ 2019ની વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટમાં વિશ્વની અનેક કંપનીઓ સાથે 50 કરોડના ખઘઞ કરેલ છે.મશીન ટુલ્સ ક્ષેત્રે રાજકોટ શહેર હબ ગણાય છે .માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વભરની વિવિધ કંપનીઓના પાર્ટ્સ અહીં બને છે.હથિયાર ફેકટરી શરૂ થશે એ બાબત રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના ઉદ્યોગ જગત માટે ગૌરવની વાત છે.