રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી ભાજપ સરકારના કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમન દ્વારા રજુ કરવામાં આવેલ ‘આત્મનિર્ભર ભારતનું બજેટ 2022-23’ ને આવકારતા જણાવેલ કે કેન્દ્રીય બજેટ માં ખેડૂતો માટે અનેકાનેક લોકહિતકારી અને લોક કલ્યાણકારી યોજનાઓ જાહેર કરવામાં આવેલ છે ત્યારે આ બજેટ કૃષિક્ષેત્રે, આર્થિકક્ષેત્રે વિકાસને વેગ આપનારું બની રહેશે જેમાં ખેડૂતોને ડિજિટલ સર્વિસ અપાશે. ઓર્ગેનિક ખેતી પર ભાર અપાશે. તેમજ ઝીરો બજેટ ખેતી અને કુદરતી ખેતી4 આધુનિક ખેતી, મૂલ્યવર્ધન અને વ્યવસ્થાપન પર ભાર મૂકવામાં આવશે. આ ‘આત્મનિર્ભર ભારતનું બજેટ 2022-23’ માં નાણામંત્રી સીતારમને કહ્યું કે વર્ષ 2023ને અનાજનું વર્ષ જાહેર કરવામાં આવ્યું છે.
રવી 2021-22માં 163 લાખ ખેડૂતો પાસેથી 1208 મેટ્રિક ટન ઘઉં અને અનાજ ખરીદવામાં આવશે. આ સાથે ખેડૂતોને ડિજિટલ સેવાઓ આપવામાં આવશે અને ભારતમાં ગરીબી નાબૂદીના લક્ષ્ય પર જોરશોરથી કામ કરવામાં આવશે. ડ્રોન દ્વારા કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપશે. 100 ગતિ શક્તિ કાર્ગો ટર્મિનસ બનાવવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે સરકારે MSP દ્વારા ખેડૂતોના ખાતામાં 2.37 કરોડ રૂપિયા મોકલ્યા છે અને જૈવિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવશે. સરકાર દ્વારા કેમિકલ અને જંતુનાશક મુક્ત ખેતીનો ફેલાવો વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ખેડૂતોને ડિજિટલ અને હાઈટેક સેવાઓ પૂરી પાડવા માટે આ યોજના PPP મોડલમાં શરૂ કરવામાં આવશે. ઝીરો બજેટ ખેતી અને કુદરતી ખેતી4 આધુનિક ખેતી4 મૂલ્યવર્ધન અને વ્યવસ્થાપન પર ભાર મૂકવામાં આવશે. ખેડૂતો કુદરતી ખેતી અપનાવે તે માટે4 રાજ્ય સરકારો અને MSMEની ભાગીદારી માટે એક વ્યાપક પેકેજ રજૂ કરવામાં આવશે.
રાજ્ય સરકારોને તેમના અભ્યાસક્રમમાં ફોર્મિંગ કોર્ષનો સમાવેશ કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે. ગંગા કોરિડોરની આસપાસ નેચરલ ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે. તેમજ ટેક્નોલોજીનો ઉપયોગ ખેતીમાં પણ કરવામાં આવશે. ખેડૂત ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. તેનાથી પાક મુલ્યાંકન4 જમીનના રેકોર્ડ4 જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવશે. આ ઉપરાંત ગંગા કિનારે હવે ઓર્ગેનિક ખેતી અંતર્ગત ગંગાના કિનારેથી 5 કિ.મી. ના દાયરામાં આવતી જમીન પર ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે.
તેમજ ખેતીની જમીનના દસ્તાવેજોનું ડિજીટલાઇઝેશન થશે. તેમજ રસાયણમુક્ત ખેતીને પ્રોત્સાહન અપાશે. ફળો અને શાકભાજીની સુધારેલી જાતો અપનાવવામાં ખેડૂતોને મદદ કરવા રાજ્યો સાથે કામ કરશે4 ખેડૂતોને ડિજિટલ સેવા મળશે4 જેમાં દસ્તાવેજો4 ખાતર4 બિયારણ4 દવાઓ સંબંધિત સેવાઓનો સમાવેશ થાય છે. તેમજ 5G લોન્ચ કરવા માટે એક સ્કીમ લાવવામાં આવશે. તમામ ગામો અને લોકો માટે ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ હોવી જોઈએ અને દરેક ગામમાં 2025 સુધીમાં ઓપ્ટિકલ ફાઈબરની સુવિધા આપવામાં આવશે.
આ ઉપરાંત ખાનગી ક્ષેત્ર દ્વારા 5G મોબાઇલ સેવાઓ શરૂ કરવા માટે 2022માં સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવશે. PLI યોજના હેઠળ 5G ઇકોસિસ્ટમ શરૂ કરવા માટે આધારિત ડિઝાઇન મેન્યુફેક્ચરિંગ સ્કીમ પણ શરૂ કરવામાં આવશે જેથી ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં સસ્તા દરે બ્રોડબેન્ડ અને મોબાઈલ કમ્યુનિકેશન સુનિશ્ચિત કરી શકાય.
આમ અંત માં આ બજેટથી સર્વસ્પર્શી અને સર્વવ્યાપી વિકાસ ને વેગ મળશે તેમજ આ બજેટ થી નરેન્દ્રભાઈ મોદી ના ‘ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, અને સૌનો પ્રયાસ’નો મંત્ર સાકાર થશે એમ આ અંદાજપત્ર ને આવકારતા રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભૂપતભાઈ બોદરએ જણાવેલ હતું.