વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારત હવે આર્થિક મહાસત્તા બનવા જઈ રહ્યું છે, ત્યારે વડાપ્રધાન તરીકેની હેટ્રિકને કેન્દ્રમાં સત્તા જાળવી રાખવામાં સફળ મોદી સરકારના પાંચ વર્ષના રોડ મેપ દર્શાવતા બજેટ રજૂ કરીને નાણામંત્રી નિર્મલા સીતારમને કેન્દ્રમાં સાતમી વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે,
બજેટમાં નાણામંત્રીએ આર્થિક વિકાસ અને અર્થતંત્રને મજબૂત બનાવવાની સાથે સાથે તમામ વર્ગને ’ રાજી” રાખવાનો પ્રયાસ કર્યો છે.
કેન્દ્રીય બજેટમાં ટેકનોલોજી પર વધારે ફોકસ આપીને અનેક નવા પ્રોજેક્ટ માટે તત્પરતા દર્શાવી છે, રેલવેમાં આધુનિકતા ને પ્રાથમિકતા સાથે સુરક્ષા સલામતી અને અનેક નવી ટ્રેનોની જાહેરાત કરવામાં આવી છે .
કૃષિ ,શિક્ષણ ,આરોગ્ય, જેવા ક્ષેત્રો માટે નાણાંની કોઈ ખોટ ન રહે તેવી દિશા નિર્દેશ સાથેનું આ બજેટ 10 વર્ષમાં પ્રથમ વખત તમામને રાજી રાખવાનું બજેટ બનાવવામાં આવ્યું છે યુવાનો માટે 2,00,000 કરોડ ની ફાળવણી, બિહાર આંધ્ર પ્રદેશ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
ચામડાની વસ્તુઓ, સૂર્ય ઉર્જા સંચાલિત વસ્તુઓ, ઇલેક્ટ્રોનિક વાહનો, મોબાઇલના ચાર્જરો જેવી રોજીંદી જરૂરિયાતની ચીજ વસ્તુઓ સસ્તી કરી સાથે સાથે વૈશ્વિક પર્યાવરણ શુદ્ધિકરણમાં રસ દાખવીને પ્લાસ્ટિકની વસ્તુઓ નો વપરાશ ઘટે તેવા અભિગમથી પ્લાસ્ટિકની વસ્તુઓ મોંઘી કરવામાં આવી છે.
ઇન્કમટેક્સને વધુ સરળ બનાવ્યું છે ટીડીએસ ની અનિયમિતને હવે ગુનો નહીં ગણવામાં આવે, સોનુ ચાંદી અને પ્લેટિનમ સસ્તુ થશે, ત્રણ લાખ સુધીની આવક કરમુક્ત રાખવામાં આવી છે .બિહાર આંધ્ર પ્રદેશ માટે ખાસ પેકેજ ની જાહેરાત કરવામાં આવી છે.
કેન્સરની ત્રણ દવાઓને કસ્ટમ ડ્યુટી માંથી મુક્તિ આપવામાં આવી છે, કર્મચારીઓને લાભ ની સાથે સાથે વિદેશી શિપિંગ કંપનીઓને ટેક્સમાં રાહત, ટીડીએસ માં 50 થી 75 હજાર રૂપિયાની મર્યાદા કરવામાં આવી છે લિથિયમ ની બેટરી સસ્તી કરવામાં આવી છે સાથે સાથે વીજ વાયર, સોલાર સેટ ને સસ્તા કરવામાં આવ્યા છે આવકવેરા મર્યાદા વધારાથી લઈ કોર્પોરેટ ટેક્સમાં રાહત આપી નાણામંત્રી નિર્મલા સીતારામને આ બજેટ ને આમ આદમી થી લઈ ઉદ્યોગપતિઓ સુધી તમામને રાજી કરવાનો નિર્મલ પ્રયાસ કર્યો છે. નાણામંત્રી એ કહ્યું હતું કે મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટ માં ભારતની પ્રજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારમાં જે વિશ્વાસ વ્યક્તિ કર્યો છે તેની કદર કરવામાં સરકાર ધરાય ચૂક નહીં રાખે. વિશ્વભરમાં જ્યારે સધ્ધર ગણી શકાય તેવા દેશો પણ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેવા સમયમાં ભારત નુ અર્થતંત્ર સતત પણે આગળ વધી રહ્યું છે કૃષી ક્ષેત્રે ,ઉત્પાદન ક્ષમતા અને ખેત જણસી ની જાળવણી સારી રીતે થાય તેવી વ્યવસ્થા માટે બે વર્ષમાં એક કરોડ ખેડૂતોને નેચરલ ફાર્મિંગ માટે પ્રોત્સાહન આપવામાં આવશે. ગરીબ કલ્યાણ યોજના વધુ પાંચ વર્ષ લંબાવવામાં આવી છે રોજગારી સ્કીલ અને લઘુ મધ્યમ અને નાના ઉદ્યોગો તે કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે .4.1 કરોડ યુવાનોને કૌશલ્ય માટેનો અભિયાન ચલાવવામાં આવ્યું છે, શૈક્ષણિક રોજગાર અને સ્કીલ યુવાનો માટે એક પણ 48 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અર્થતંત્ર જ્યારે ઝડપથી વિકસી રહયુ છે ત્યારે તમામ વર્ગને લાભ પ્રાપ્ત થાય તેવું બજેટ આપવાનો શ્રેય નિર્મલા સીતારામને લીધું હતું. ભારતના અર્થતંત્રને પાંચ અમેરિકન ડોલરનું કદ આપી આર્થિક મહાસત્તા નું લક્ષ્ય પ્રાપ્ત કરવાનું છે ત્યારે સામાન્ય જનથી ખેડૂતોને ઉદ્યોગપતિઓને સંતોષ આપવો અનિવાર્ય છે આ બજેટ ખરેખર તમામ વર્ગને રાજી રાખવાના પ્રયાસ જેવું બનાવવામાં કેન્દ્રીય મળતી નિર્મલા સીતારામન ખરેખર નિર્મળ હૃદય સાબિત થયા છે