- “સૌનો સાથ સૌનો વિકાસ અમારો મંત્ર” નિર્મલા સીતારમણ
- યુવાનોને સશક્ત કરવાનું સરકારનું લક્ષ્યાંક
યુનિયન બજેટ 2024
યુનિયન બજેટ 2024: વચગાળાના બજેટની શરૂઆત કરતાં કેન્દ્રિય નાણામંત્રિ નિર્મલા સિતારામાંને કહ્યું હતું કે “ભારતનું અર્થતંત્ર સકારાત્મક દિશામાં ચાલી રહ્યું છે.”, આ ઉપરાંત દેશના વડાપ્રધાનવિષે વાત કરતાં કહ્યું હતું કે “PM નેતૃત્વમાં દેશ આર્થિક વિકાસ કરી રહ્યો છે”
બજેટમાં આગળ વાત કરતાં દેશના વિકાસ અને નકરિકોને થયલેલા લાભ વયે વાત કરતાં નિર્મલા સીતારામણે કહ્યું કે “દેશની જનતાએ અમને ઘણા આગળ વધાર્યા છે, તમામ નાગરીકોનાં વિકાસની વાતો કરીશું. ગ્રામ્ય વિસ્તારોનાં નાગરિકોની વાર્ષિક આવક વધારી. ૨૦૪૭માં દેશ એક વિકસિત રાષ્ટ્ર બની જશે. વધુમાં વધુ નોકરી અપાવીશું. અમે પરિવારવાદ, ભ્રષ્ટાચારને ખતમ કર્યો.
“સૌનો સાથ સૌનો વિકાસ અમારો મંત્ર” નિર્મલા સીતારમણ
સામાજિક ન્યાય અમારી સરકારનું મોડલ. કોરોના કાળ બાદ પણ અર્થવ્યવસ્થામાં તેજી. ગરીબ, મહિલા, યુવાનો, ખેડૂતો પર વધુ ધ્યાન આપ્યું છે.
રોજગારીના નવા અવસર ખુલ્યા
૨૫ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા. અમે વ્યાપક લક્ષ્યો સાથે આગળ વધી રહ્યા છીએ. ૧૧.૮ કરોડ ખેડૂતોને PM સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ મળ્યા છે. ૪ કરોડ ખેડૂતોને PM ફસલ યોજનાનો લાભ મળ્યો છે. કોઈ પાછળ ન છૂટે તે સરકારનો દ્રઢ સંકલ્પ: નિર્મલા સીતારમણ
યુવાનોને સશક્ત કરવાનું સરકારનું લક્ષ્યાંક
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦થી પરિવર્તનકારી સુધાર લાવ્યા. ૩૯૦ યુનીવર્સીટીની સ્થાપના કરાઈ છે. સ્કીલ ઇન્ડીયા મિશન હેઠળ ૧.૪ કરોડ યુવાઓને પ્રશિક્ષણ અપાયું છે. ૩ હજાર નવી ITI, ૭ નવી IIT, ૧૬ IIIT, ૭ IIMની સ્થાપના કરાઈ: નિર્મલા સીતારમણ
અન્નદાતાને ઉપજનો યોગ્ય ભાવ મળ્યો
રેકોર્ડ સમયમાં ઇન્ફ્રાસ્ટ્રકચરનું કામ પૂર્ણ થયું. મહામારીમાં પણ દેશ પોતાનો રસ્તો બનાવવામાં સફળ રહ્યું છે. વૈશ્વિક ઘટનાક્રમથી સામે આવ્યા મોટા પડકારોGDP માટે ગવર્નેસ, ડેવલોપમેન્ટ અને પર્ફોમન્સ પર જોર રાખ્યું છે.
ખેડૂતો અને મત્સ્ય ઉધ્યોગને પ્રોત્સાહન
આયુષ્માન ભારતમાં કવર થશે આશાવર્કર, આંગણવાડી કાર્યકર્તાઓ. PM કિસાન સંપદા યોજનાથી ૩૮ લાખ ખેડૂતોને મળ્યો લાભ તેમજ તમામ કૃષિ જલવાયું વિભાગોમાં નેનો DAPનો પ્રયોગ થશે. ડેરી, ખેડૂતોની મદદ માટે બનાવાશે વ્યાપક કાર્યક્રમો. અમારી સરકારે અલગથી મત્સ્ય પાલન વિભાગ શરુ કર્યો છે. મત્સ્ય સંપદા યોજનાથી 55 લાખ નવા રોજગાર ઉભા થયા છે.
એક કરોડ મહિલાઓ બની ચુકી છે લખપતિ દીદી. હવે ૩ કરોડ લખપતિ બનાવવાનું લક્ષ્યાંક છે.માતૃ અને શિશુ દેખરેખ યોજના હેઠળ વ્યાપક કાર્યક્રમો યોજાશે. જનસંખ્યા પર એક કમિટીની રચના થશે તેમજ રાજ્યોને ૭૫ હજાર કરોડની લોન અપવામાં આવશે. મેડિકલ ક્ષેત્રને વેગ આપવા માટે નવી મેડીકલ કોલેજો ખોલવામાં આવશે, સર્વાઈકલ કેન્સરને રોકવા વધુ રસીકરણ શરૂ કરવામાં આવશે. માતૃ અને શિશુ દેખરેખ યોજના હેઠળ વ્યાપક કાર્યક્રમો યોજાશે.
લક્ષ્યદ્વીપનાં વિકાસ પર જોર રખાશે
રેલ અને વિમાન સેવાનો વિકાસ
દેશમાં ૧૪૯ એરપોર્ટ પર કામ થઇ રહ્યું છે. તેમજ યાત્રીઓની સુવિધા, આરામ સુરક્ષા વધારવા પર જોર રખાવામાં આવશે. આ ઉપરાંત દેશની વિમાની કંપની ખરીદી રહી છે ૧ હજાર નવા વિમાન. ૪૦ હજાર રેલના ડબ્બા વંદે ભારત જેવા બનશે. ૧૦ વર્ષમાં એરપોર્ટની સંખ્યા બમણી થશે, ૩ પ્રમુખ આર્થિક રેલ કોરીડોર બનાવાશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ૧૧ લાખ ૧૧ હજાર ૧૧૧ કરોડનો ખર્ચ કરાશે.
ઉર્જા સ્ત્રોતનો વિકાસ
૧ કરોડ ઘરમાં સૌર ઉર્જાથી ૩૦૦ યુનિટ સુધીની વિના મુલ્યે વીજળી અપવામાં આવશે.
૨૦૩૦ સુધીમાં ૧૦૦ મેટ્રિક ટન કોલસાનાં ગેસીકરણનું લક્ષ્યાંક
CNG અને PNGમાં બાયોગેસ ભેળવવું ફરજીયાત
બાયોગેસ સંગ્રહ મશીનરી માટે નાણાકીય સહાય અપાશે
ઇલેક્ટ્રિક વાહનોને વધુ પ્રાધાન્ય અપાશે
EV ઇકોસીસ્ટમનો થશે વિસ્તાર
જુલાઈના બજેટમાં વિકસિત ભારતનો રોડ મેપ આવશે
હાલમાં ૭ લાખની આવક પર કોઈ ટેક્સ નહિ
૧૦ વર્ષમાં ડાયરેક્ટ ટેક્સમાં ૩ ટકાનો વધારો તેમજ કોઈપણ ટેક્સ સ્લેબમાં કોઈ બદલાવ નહિ આવે.
આ સાથે નાણામંત્રીએ બજેટનો ઓવર વ્યૂ આપી સ્પીચનું સમાપન કર્યું.