દર વર્ષે હજારથી પણ વધુ પશુ પક્ષીઓને રેસ્ક્યુ કરાય છે: પતંગ રસિકોને સવારના 9 થી સાંજના 5 સુધી પતંગ ચગાવા કરાઈ નમ્ર અપીલ

 

અબતક, રાજકોટ

ઉતરાયણ પર્વે પંખીઓને ઈજા ન થાય તેની તકેદારી લેતા પ્રતિવર્ષ કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કંટ્રોલરૂમનું આયોજન કરવામાં આવે છે. 2017માં તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઉત્તરાયણના દિવસે કરુણા અભિયાન ની શરૂઆત રાજકોટ ખાતેથી કરવામાં આવી હતી ત્યારથી પ્રતિવર્ષ અભિયાન સમગ્ર રાજ્યમાં ચાલી રહ્યું છે. 376 સારવાર કેન્દ્ર, 37 એમ્બ્યુલન્સ અને 51 મોબાઇલ વાન દ્વારા સમગ્ર રાજ્યમાં પશુ-પંખીઓની સારવાર થઈ રહી છે. રાજકોટના ત્રિકોણબાગ સ્થિત કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઇન ના કંટ્રોલ રૂમની રાજ્યના પશુપાલન મંત્રી રાઘવજીભાઇ પટેલે તેમજ કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલાએ મુલાકાત લીધી હતી.તેમજ આ  પ્રસંગે સાંસદ રામભાઈ મોકરીયા, મૈયર પ્રદીપભાઈ દવ,

પશુપાલન નિયામક ડો. ફાલ્ગુનીબેન પાઠક, પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભભાઇ કથીરીયા, અધિક પશુપાલન નિયામક ડોક્ટર વસાવા, નાયબ પશુપાલન નિયામક ડોક્ટર ખાનપરા,  જીવદયા અગ્રણી કૌશિકભાઇ અનડકટ , રમેશભાઈ ઠક્કર પ્રતિકભાઇ સંઘાણી, ચંદ્રકાંતભાઇ શેઠ, જયેશભાઇ ઉપાધ્યાય ,સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે પતંગ ચગાવવામાં અબોલ પક્ષીઓ ઘાયલ થતા હોવાથી રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાન સપ્તાહ અંતર્ગત તેઓને ત્વરિત સારવાર મળી રહે તે માટે પૂર્વાયોજન કરવામાં આવે છે. ત્રિકોણબાગ સ્થિત સેન્ટર ખાતે રાજકોટ જૂનાગઢ આણંદ સહિતના સેન્ટરથી ડોક્ટરની ટીમ સેવાર્થે હાલ ઉપલબ્ધ છે. તેમજ રાજ્યના મંત્રી અને મહાનુભાવોએ ઘાયલ કબુતર ની સારવાર નિહાળી હતી. પતંગ રસિકો ને સવારે 9થી સાંજના 5 સુધી પતંગ ચગાવવા ની કરુણા અભિયાન સપ્તાહમાં ઉપસ્થિત દરેક મહાનુભાવોએ નમ્ર વિનંતી કરી છે.

કરુણા ફાઉન્ડેશનની પ્રવૃત્તિ જોઈ ખૂબ જ આનંદ થયો: કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

કરુણા ફાઉન્ડેશન રાજકોટ ના ઉપક્રમે રાજ્ય સરકારનું કરુણા અભિયાન સપ્તાહ ચાલી રહ્યું છે.તારીખ 10 થી 20  દરમિયાન ઉતરાયણ પર્વ દરમિયાન પતંગ ઉત્સવ કાર્યક્રમમાં ચાલતો હોય.તેમજ નિર્દોષ પક્ષીઓ પશુઓ તેમને ઈજા થતી હોય છે દોરા મારફતે થી ત્યારે તેઓને તાત્કાલિક સારવાર મળી રહે એનો જીવ બચે આવા અબોલ જીવોને રાહત મળે એના માટે જીવદયાનું ઉત્તમ કામ કરતાં કરુણા ફાઉન્ડેશન ના આ કાર્યક્રમમાં મેં હાજરી આપી અને તેમને પ્રોત્સાહન આપવા અને તેમની પ્રવૃત્તિ નિહાળવા માટે રાજકોટ

ખાતે આવ્યો છું. કરુણા ફાઉન્ડેશન ની પ્રવૃત્તિ જોઈ મને ખૂબ જ આનંદ થયો છે. રાષ્ટ્રીય કક્ષાએ જીવ દયા ની શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આ સંસ્થાને રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ પણ મળ્યા છે અને જીવદયા માટેની ઉત્તમ કામગીરી આ સંસ્થા કરી રહી છે. દર વર્ષે પતંગ ઉત્સવમાં જ્યારે અબોલ જીવ ને દોરા મારફતે ઈજા થતી હોય છે તેની રાહત બચાવ કામગીરીમાં રાજ્ય સરકાર જીવદયા પ્રેમીઓ અને આવી કરુણા ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ કાર્યરત રહે છે.

ઉત્તમ પ્રવૃત્તિનું કેન્દ્ર વિકસિત કરવા બદલ અભિનંદન પાઠવું છું : કેન્દ્રીય મંત્રી  પરસોત્તમ રૂપાલા

મકરસંક્રાંતિનો તહેવાર આપણા દેશમાં ઉજવાતા હર્ષ ઉલ્લાસનો તહેવાર છે. દાનપૂન કરવા માટે નો શ્રેષ્ઠ તહેવાર છે. મુંગા પશુ પક્ષીઓની સારવાર માટે કરૂણા ફાઉન્ડેશન પ્રતિવર્ષ તેમના કેમ્પ નું આયોજન કરે છે. ઉત્તરાયણના તહેવાર માં ઘણા પક્ષીઓ ઘાયલ થતાં હોય છે. ત્યારે તેમને સારવાર કરતા પશુચિકિતસકો ને પણ અમે જોયા. ત્યારે કરુણા ફાઉન્ડેશન દ્વારા આ ઉત્તમ પ્રવૃત્તિનું આયોજન કેમ્પ દ્વારા કરવામાં આવે છે. કરુણા ફાઉન્ડેશન ના આ અભિયાનને હું અભિનંદન પાઠવું છું.ઉત્તમ પ્રવૃત્તિનું કેન્દ્ર વિકસિત કરવા

બદલ મિત્તલભાઈ ખેતાણીને અભિનંદન પાઠવું છું. સમગ્ર દેશમાં પશુ-પક્ષીઓની સારવાર માટે વેટરનીટી મોબાઈલ યુનિટ સ્થાપવાનો પ્રધાનમંત્રી દ્વારા નિર્ણય કરીને આ પ્રવૃત્તિને ખૂબ મોટો વેગ આપવાનો પ્રયત્ન કર્યો છે. પતંગ ચગાવતી વખતે પતંગ રસિકો ને મારી નમ્ર વિનંતી છે આપ આપના બાળકોનું ધ્યાન રાખો તેમજ આજુબાજુની પ્રકૃતિ ના પશુ-પંખીઓનું પણ એટલું જ ખ્યાલ રાખજો. કરુણા અભિયાન દ્વારા જે સમયે પતંગ રસિકો ને પતંગ ચગાવવા માટે નક્કી કરાયો છે એ સમયે જો પતંગ ચગાવે તો ઘણા પશુ પક્ષીઓને ઘાયલ થતાં બચાવી શકાય છે. તમે આ રીતે આ તહેવારનો આનંદ અને ઉત્સવ માણવા માટેનો આભાર વ્યક્ત કરું છું.

આ સપ્તાહમાં 100થી વધારે પક્ષીઓને રેસ્કયુ કરાય: પ્રતીક સંઘાણી (એનીમલ, હેલ્પલાઈન, સેક્રેટરી)

રાજકોટમાં શ્રી કરુણા ફાઉન્ડેશન એનીમલ હેલ્પલાઇન દ્વારા પક્ષી બચાવો અભિયાન ચાલી રહ્યું છે. 100 થી વધારે સ્વયંસેવકો 30 થી વધારે પશુ ચિકિત્સકો આણંદ યુનિવર્સિટી , બોમ્બે યુનિવર્સિટી અને જુનાગઢ યુનિવર્સિટી માંથી આવી રહ્યા છે ક્રોસ ગ્રેજ્યુએશનના ડોક્ટરો જે સર્જરીમાં માસ્તર હોય તે નાની પણ પશુઓની સારવાર કરશે આ રીતે પક્ષીઓને બચાવો ને સંકલ ચાલી રહ્યો છે સતત અઢારમા વર્ષે રાજકોટ ત્રિકોણબાગ ખાતે મુખ્ય ક્ધટ્રોલ રૂમ કરી આયોજન થઈ રહ્યું છે રાજકોટ મહાનગરપાલિકા રાજ્ય સરકાર પોલીસ વિભાગ અને શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને સહયોગથી આ કરુણા અભિયાન ચાલી રહ્યું છે રાજ્ય સરકાર 2017 થી કરુણા અભિયાન શરૂ કર્યું છે.પક્ષી બચાવો અભિયાન શરૂ કર્યું છે 700થી પણ વધારે કેન્દ્રમાં 700થી વધારે પક્ષીઓ કપાતા બચી રહ્યા છે. આ સપ્તાહમાં 100 વધારે પક્ષીઓને બચાવવામાં આવ્યા છે. ગયા વર્ષે પણ અમે બે હજાર પક્ષીઓને રેસ્ક્યુ કર્યા હતા પતંગ રસિકો ને અમારી નમ્ર વિનંતી છે સવારે નવથી સાંજના પાંચ સુધી જ પતંગ ચગાવે જેથી અબોલા જીવ અને આ પક્ષીઓને જીવ જોખમાય નહિ. તેમજ ચાઇનીઝ દોરી નો બિલકુલ ઉપયોગ ન કરવો જોઈએ

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.