વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્સ્પો એન્ડ સમિટના સંદીપ પટેલ ,સોમાના પ્રમુખ સમીર શાહ અને રાજકોટના સંસદ મોહનભાઇ કુંડારીયાએ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ,લઘુ ઉદ્યોગ મંત્રી ગિરિરાજ સિંહ, શિપિંગ મિનિસ્ટર મનસુખ માંડવીયા, કૃષિ રાજ્ય મંત્રી પુરુષોત્તમ રૂપાલા,ટુરિઝમ મિનિસ્ટર અલફોન્સો , ફૂડ પ્રોસેસિંગ મિનિસ્ટર હરસિમરત કૌર બાદલને મળીને વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્સ્પો એન્ડ સમિટમાં ઉપસ્થિત રહેવા વિશેષ નિમંત્રણ પાઠવાયું
રાજકોટમાં યોજાનારા વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્સ્પો એન્ડ સમિટમાં કેન્દ્રીય કૃષિ મંત્રી રાધા મોહન સિંઘ સહિતના અનેક મહાનુભાવો અને મંત્રીશ્રીઓ રાજકોટ આવી રહ્યા છે.૨૦ એપ્રિલથી ૨૩ એપ્રિલ સુધી ચાર દિવસ માટે યોજાનારા વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્સ્પો એન્ડ સમિટ માટે વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્સ્પો એન્ડ સમિટના મુખ્ય આયોજકો ઉપરાંત સૌરાષ્ટ્ર ઓઇલ મિલર્સ એસોસિયેશનના પ્રમુખ સમીર શાહે નવી દિલ્હીમાં અનેક મંત્રીશ્રીઓની સાથે પણ મુલાકાત કરીને વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્સ્પો એન્ડ સમિટમાં ઉપસ્થિત રહેવા માટે નિમંત્રણ પણ પાઠવ્યા હતા
ઓક્ટાગોન કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડના સી ઈ ઓ સંદીપ પટેલ અને સૌરાષ્ટ્ર ઓઇલ મિલર્સ એસોસિયેશનના પ્રમુખ સમીર શાહ,રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા અને વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એકસો એન્ડ સમિટની ટીમ તાજેતરમાં નવીદિલ્હીમાં કૃષિ મંત્રી રાધા મોહન સિંઘ ને રૂબરૂ મળીને વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એકસો એન્ડ સમિટમાં વિશેષ ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું હતું જેનો કૃષિ મંત્રીએ સહર્ષ સ્વીકાર કર્યો હતો.
આ વર્ષે વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એકસો એન્ડ સમિટ ખાસ કરીને કૃષિ આધારિત છે અને ખેડૂતોને ફાયદો થઇ શકે તે પ્રકારનું આયોજન હાથ ધરાયુ છે અને ૧૫ હજાર જેટલા ખેડૂતો પણ આવી રહ્યા છે ત્યારે પૂર્વ કૃષિ મંત્રી શ્રી મોહનભાઇ કુંડારિયાની સાથે રહીને સંદીપ પટેલ તેમજ સમીર શાહ અને તેઓની ટીમે કૃષિ મંત્રી રાધામોહન સિંઘની સાથે એક કાઉન્સિલની રચના કરવાનું પણ સૂચન કરાયું હતું અને આ કાઉન્સિલ વેલ્યુ એડેડ કૃષિ પ્રોડક્ટ ડેવલપ કરવા અને પ્રોડક્ટને વધુ સ્વસ્થ અને સ્વાદ પ્રદ બનાવા અને તેના માટે નવા સંશોધન કરવા માટેનું કામ કરશે અને તે માટે સકારાત્મક આશ્વાશન કૃષિ મંત્રી દ્વારા પણ આપવામાં આવ્યું છે
આ ઉપરાંત સંદીપ પટેલ અને સમીર શાહે એગ્રિકલચર,ફાર્મર વેલ્ફેર અને પંચાયતી રાજના રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાળા સાથે મિટિંગ કરીને ખેડૂત આધારિત વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્સ્પો એન્ડ સમિટમાં ઉપસ્થિત રહેવા માટે આમન્ત્રણ આપવામાં આવ્યું હતું અને પુરુષોત્તમ રૂપાલાએ પણ આ પ્રયાસને બિરદાવ્યો હતો અને ખાદ્ય પદાર્થનો જે વેસ્ટેજ થઇ રહ્યો છે તેને અટકાવા અને ખેડૂતોની આવક બમણી કરવા માટે તેમજ સરકાર દ્વારા જે નવા ઇનોવેટિવ પગલાં લેવાઈ રહ્યા છે તે અંગે પણ જાણકારીની આપલે કરવામાં આવી હતી સાથોસાથ ફૂડ પ્રોડેસિંગ વિભાગના યુનિયન મિનિસ્ટર હરસિમરત કૌર બાદલ ને પણ મળીને સૌરાષ્ટ્ર ઓઇલ મિલર્સ એસોસિયેશન દ્વારા ફૂડ પ્રોસેસિંગ ક્લસ્ટર સ્કીમ અંગે માર્ગદર્શન અને મંજૂરી અંગે પણ વાતચીત કરવામાં આવી હતી
આ ઉપરાંત લઘુ ઉદ્યોગ ખાતાના મંત્રી ગિરિરાજ સિંહ તેમજ શિપિંગ,કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર મિનિસ્ટર મનસુખભાઇ મંડાવિયાને પણ રૂબરૂ મળીને રાજકોટ ખાતે યોજાનારા વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્સ્પો એન્ડ સમિટ માં ઉપસ્થિત રહેવા માટે વિશેષ અનુરોધ કરવામાં આવ્યો હતો મનસુખભાઈ માંડવીયાએ વિશેષમાં જણાવ્યું હતું કે લઘુ ઉદ્યોગનું હબ સૌરાષ્ટ્ર છે ત્યારે મેઇક ઈન ઇન્ડિયા પ્રોજેટ હેઠળ ઉદ્યોગને સાકરવા જોઈએ અને ખાસ કરીને વાઇબ્રન્ટ સૌરાષ્ટ્રમાંઓર્ગેનિક ખેતી તરફ વધુ ભાર દેવા અંગે પણ પોતાના વિચારો અને ખુશી વ્યક્ત કર્યા હતા તો કેન્દ્રીય મંત્રી ગિરીશરાજસિંઘે પણ વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર માટેના પ્રયાસોને બિરદાવીને એન્જીનીયરીંગ,ઓટો મોબાઈલ,ફૂડ પ્રોસેસિંગ,શિપ બ્રેકીંગ,કૃષિના સાધનો ,ફિશિંગ સંબંધિત ઉદ્યોગને સહકાર આપવા પોતાનું મંત્રાલય ખુશી અનુભવે છે તેમ જણાવીને તમામ સપોર્ટની ખાતરી આપી હતી
આ ઉપરાંત સંદીપ પટેલ તેમજ સમીર શાહ અને તેની ટીમ દ્વારા વિદેશ મંત્રી શુષમા સ્વરાજ સાથે પણ મિટિંગ કરીને વિદેશ સ્થિત ઇન્ડિયન મિશન અને ભારત સ્થિત વિદેશી મિશન સાથે અરસ પરસ ટેક્નોલોજી સપોર્ટ માટે વિદેશ મંત્રી સ્વરાજ સાથે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી અને વિદેશ મંત્રાલયનો સપોર્ટ માંગવામાં આવ્યો હતો અને વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્સ્પો એન્ડ સમિટમાં ૧૦ જેટલી વિદેશી એગ્રો ઈકોનોમી ભારિતય ઈકોનોમી સાથે હાથ મિલાવા જઈ રહી છે તેની જાણકારી પણ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને આપવામાં આવી હતી
આ ઉપરાંત પર્યટન મંત્રી અલ્ફાન્સો કાંઠનામને મળીને સૌરાષ્ટ્ર ટુરિઝમની દ્રષ્ટિએ કેટલો મહત્વનો પ્રદેશ છે તેની જાણકારી આપીને વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્સ્પો એન્ડ સમિટમાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવામાં આવ્યું હતું તેમજ આ વખતે વાઇબ્રન્ટ સૌરાષ્ટ્રમાં પણ ટુરિઝમ અને હેન્ડીક્રાફ્ટ પર સ્પેશિયલ પેવેલિયન ઉભા કરવાની વાત પણ આયોજકો દ્વારા ટુરિઝમ મંત્રીશ્રીને કરવામાં આવી હતી
આ ઉપરાંત રિલાયન્સ અને એસ્સાર કંપની માટેના ઈનબીટેશન જામનગરના સાંસદ પૂનમબેન માડમને મળીને આપવામાં આવ્યા હતા અને તેઓને પણ વિશેષ ઉપસ્થિત રહેવા માટે નિમંત્રિત કરાયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,