ત્રણ પૈકી એક ક્લેરીફાયરની સફાઈ દરમ્યાન અન્ય બે ફિલ્ટર પ્લાન્ટમાં ડાયવર્ટ કરી પાણી વિતરણ ચાલુ રખાયું
વોટર વર્કસ (વેસ્ટ ઝોન) શાખા અંતર્ગતના ન્યારી ફિલ્ટર પ્લાન્ટ પર ક્લેરીફાયરમાં બ્રિજનું મેઈન્ટેનન્સનું કામ તારીખ: 23-24 ફેબ્રુઆરી, 2023નાં રોજ શટડાઉન લીધા વિના પૂર્ણ કરવામાં આવેલ છે. જેના પરિણામે ન્યારી ફિલ્ટર પ્લાન્ટ હેઠળનાં વિસ્તારોમાં નિયત પાણી પુરવઠા વિતરણ ચાલું રાખી શકાયું હતું. ક્લેરીફાયરના બ્રિજનું મેઈન્ટેનન્સ કામ હાથ ધરવામાં આવેલ તેમજ સરકારના સુજલામ સુફલામ અભિયાન અન્વયે ક્લેરીફાયરની સફાઇ પણ હાથ ધરવામાં આવેલ.
ન્યારી ખાતે કુલ ત્રણ ફિલ્ટર પ્લાન્ટ કાર્યરત છે જેમાંથી એક ફિલ્ટર પ્લાન્ટમાં ક્લેરીફાયરની સફાઈ કામગીરી કરવાની હોવાથી તે ફિલ્ટર પ્લાન્ટ હેઠળ આવતા વિસ્તારોનું પાણી વિતરણ અન્ય બે ફિલ્ટર પ્લાન્ટમાં ડાયવર્ટ કરી પાણી વિતરણ રાબેતા મુજબ રાખી સફાઈની કામગીરી કરવામાં આવી હતી.