રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘ-સી.એમ.શેઠ પૌષધશાળામા આજ રોજ સવારથી 9:30 વાગ્યાથી રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘ એવમ શેઠ ઉપાશ્રય જૈન સંઘ તથા યંગ ઈન્ડિયન્સ ગૃપ ના સંયુક્ત ઉપક્રમે મેડીકલ કેમ્પમા ઝાયડસ હોસ્પિટલ તરફથી પ્રખ્યાત નિષ્ણાત ડોકટરોની પેનલ દ્વારા ફ્રી મેડીકલ કેમ્પ રાખવામા આવેલ હતો. આ કેમ્પમા રાજકોટના પ્રથમ નાગરિક મેયર ડો. પ્રદીપભાઈ ડવ, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, ચંદ્રકાંતભાઈ શેઠ વિ. ના હસ્તે દીપ પ્રાગટય કરવામા આવેલ હતુ.
આ કેમ્પમા ખૂબ જ બહોળી સંખ્યામા દર્દીઓએ અમદાવાદ ના સ્પેશ્યાલીસ્ટ પાંચેય ડોક્ટરો નો આ નિ:શુલ્ક કેમ્પમા લાભ લીધેલ હતો. મેયર અને ડે.મેયર એ આ સુંદરમજા ના કેમ્પ કરવા બદલ પ્રાસંગિક પ્રવચન આપેલ હતુ તેમજ ઝાયડસ હોસ્પિટલ એ ફરીવાર આ કેમ્પ ના આયોજન માટે અનુરોધ કરેલ છે. રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘ-સેવા સમિતિ, શેઠ ઉપાશ્રય જૈન સંઘ-સેવા સમિતિ, યંગ ઈન્ડિયન્સ ગૃપ તથા જૈન પ્રોગ્રેસીવ ગૃપ ના કાર્યકર્તાઓ એ અવિરત સેવા આપેલ હતી.
ઝાયડસ હોસ્પિટલના નિષ્ણાંત તબીબ ટીમનો લાભ વિનામૂલ્યે રાજકોટની પ્રજાને મળ્યો:રૂષભભાઇ શેઠ
રૂષભભાઇ શેઠએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટની જનતાને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલના તબીબો દ્વારા ફ્રી નિદાન આપવામાં આવ્યું છે.
ઝાયડસ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની ટીમની એપોઇમેન્ટ લેવામાં પણ 10 દિવસ લાગે છે. ત્યારે રાજકોટમાં કેમ્પ કરી અહીના લોકોને આ નિષ્ણાંત તબીબોનો લાભ વિનામૂલ્યે મળે તે અમારો મુખ્ય હેતું છે. કેમ્પ બાદ ફ્રી સેક્ધડ ઓપીનીયર પણ કેમ્પના લાભાર્થીઓને મળી રહેશે.
વ્યસ્ત જીવનશૈલીમાંથી સ્વાસ્થ્ય માટે સમય કાઢવો અત્યંત જરૂરી: ડો. નીરજ યાદવ
ઝાયડસ હોસ્ટિપલના ડો. નીરજ યાદવએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે હ્રદય રોગ માત્ર મોટી ઉમરના લોકોને નહી પરંતુ આજકાલ નાની વય અને અનિયમીત લાઇફ સ્ટાઇલ વાળા લોકોને પણ થઇ રહ્યા છે.
સારા સ્વાસ્થ્ય માટે પોષકયુકત આહાર લેવો ફીઝીકલ એકટીવીટી તેમજ વ્યસન થી દુર રહેવું અત્યંત જરુરી છે. આજકાલ લોકોમાં કોરોની ડીઝીઝ હ્રદયના ધબકારા ઇલેકટ્રીક સકીટની સમસ્યા જોવા મળે છે. ગમે તેટલી વ્યસ્ત જીવન શૈલી હોય પરંતુ વ્યકિતએ સ્વાસ્થ્ય માટે સમય કાઢવો જરુરી છે.
નોન આલ્કોહોલીક ફેટીલીવર ડીસિઝથી લોકોને જાગૃત કરવા જરૂરી: ડો.હાર્દીક કોટેચા
ઝાયડસ હોસ્પિટલના ડો. હાર્દીક કોટેચાએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, લીવરની ગંભીર બીમારીથી લોકોને જાગૃત કરવા જરુરી છે.
નોન આલ્કોહોલીક ફેટીલીવર ડીસીઝ વિષે લોકોને માહીતીગાર કરવા જરુરી આવા કેમ્પ થકી લોકોને જાગૃત કરી શકાય જો તેમને લીવરને લગતી કોઇ સમસ્યા ડીટેકટ થઇ હોય હછય તો સમયસર તેનું નિદાન કરાવી તેને ગંભીર રોગમાં પરીવર્તન થતા અટકાવી શકાય છે.