- વિદ્યાર્થીઓને ફ્રેન્ડલી એટમોસ્ફીયર-પોઝીટીવ વેવ્સ-ગુરૂજનોની સમર્પિતતા અને સંચાલકોએ સાડા ત્રણ દાયકાઓથી અવિરત અપડેશન આપતી શાળા એટલે બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ
જામનગર ન્યૂઝ : જામનગરની સુપ્રસિદ્ધ શ્રી બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલનું અવિરત શ્રેષ્ઠ પરીણામ આવે છે જે સૌ સ્વીકારે છે . ત્યારે શ્રેષ્ઠ પરીણામો આવવા પાછળનુ કારણ જાણવા વિદ્યાર્થીઓ, વાલીઓ,શિક્ષણવિદો,અગ્રણીઓ વગેરેના અભિપ્રાય મેળવી એક રસપ્રદ સર્વે કરવામાં આવ્યો છે.
સામાન્ય રીતે જુદા જુદા વિદ્યાર્થીઓ એમ કહે છે કે અમને અહી ભણવાની જુદી જુદી ગેઇમ, સ્પર્ધા, પ્રવૃતિઓમાં મજા આવે છે.
આ મજા શબ્દ બહુ જ મહત્વનો છે કેમ કે બાળક ખૂબ જ જીજ્ઞાસુ હોય છે. નવી જગ્યાએ જવા માટે, નવુ જાણવા માટે, સાદા શબ્દોમા જમવાની ભૂખ લાગે તેમ જોવા જાણવા શીખવાની તાલાવેલી બાળકોમાં સહજ હોય છે . તેમાંય પોતીકાપણુ પણ ખૂબ મોટો ભાગ ભજવે છે.બાળક જે જુએ તે તેઓના મગજમા છપાય જાય છે. બાળકો જુદા જુદા પરીવારમાથી આવતા હોય તેઓના પ્રશ્ર્નો કે જાણવાની ઇચ્છાઓમાં વિવિધતા હોય છે.
આ તમામ સાયકોલોજિોકલ-સ્પીરીચ્યુઅલ સહિતના આસ્પેક્ટ અહી ફુલફિલ થાય છે .
આ શાળામાં પ્રવેશતા જ પોઝીટીવ તરંગોનો અનુભવ થાય છે . આપણે એસેસમેન્ટ ન કરી શકીએ તો પણ આપણા શરીર અને મનને આ તરંગો હકારાત્મકતા તરફ લઇ જાય છે. હવે આ હકારાત્મકતાની હળવાશ લઇ વિદ્યાર્થીઓ પ્રાર્થના કરે બાદમાં વર્ગ ખંડમા જાય ત્યાં પણ સમર્પિત શિક્ષકો દ્વારા જુદા જુદા વિષયમાં બાળકોને એવી રીતે પ્રવેશ કરાવાય છે કે જાણે આંગળી પકડીને જ્ઞાનમંદિરમાં માનસિક વિહાર કેમ કરાવતા હોય તેવી રીતે,તેમજ વિદ્યાર્થીઓને પ્રશ્ર્ન પુછવાની સ્વતંત્રતા છે .
કેમ કે બાળકને તમે પ્રશ્ર્ન કરતા અટકાવો તો તેમનો વિકાસ રૂંધાય જાય છે . આ ઉપરાંત શિક્ષકો પણ અમુક પ્રકરણ ભણાવી પ્રશ્ર્ન પુછે છે ન સમજાયુ હોય તો વધુ સરળતાથી સમજાવે છે. બાળકો વચ્ચે હેલ્ધી કોમ્પીટેશન કરાવે છે . આવા પ્રકારની અનેક પ્રવૃતિ આયામોથી થઇ રહ્યુ છે .
સારા શિક્ષણ માટે સંચાલકો, ચેરમેન અશોકભાઇ ભટ્ટ , ડાયરેક્ટ શ્રી મતિ ઉસ્મિતાબેન ભટ્ટએ જહેમત ઉઠાવી હતી . તેઓએ જણાવ્યુ હતુ કે કોર્ષ પુરો કરી દેવો કે ચોપડી ભણાવી દેવા માત્ર તે અમારો હેતુ ક્યારેય નથી અમે બાળકોમા તેમની જીજ્ઞાસા મુજબ જ્ઞાન અને માહિતીઓનું સિંચન કરીએ છીએ અને એકંદર અનેક પરીપ્રેક્ષ્યથી શિક્ષણ-વિદ્યાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અમે અમલમા મૂકીએ છે. સાથે જ સ્વચ્છતા,શિસ્ત,અનુશાસન,સમયબદ્ધતા,નિયમિતતા,ઉત્સાહ વગેરે ગુણોનું સિંચન કરીએ છીએ .જેથી સ્વયંભુ એક અનોખુ વાતાવરણ બને છે ખાસ કરીને અમે બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કુલ્સને ખરા અર્થમા જ્ઞાનમંદિર બનાવ્યુ છે. એક તો સૌનો અભિગમ પોઝીટીવ,બાળકો પ્રત્યે આત્મિયતા,વિદ્યાની દેવીમાં સરસ્વતીજીની નિત્ય સાધના વગેરેથી એક શ્રેષ્ઠ તરંગમયતા સાધી શક્યા છે જે અમારા બાળકોના સારા પરીણામોમા ખુબ મોટો હિસ્સો ધરાવે છે.
અશોકભાઇ અને ઉસ્મીતાબેનએ ઉમેર્યુ હતુ આ જ સિદ્વાંતોની પુષ્ટી વાલીઓ અને નિષ્ણાંતોએ પણ સર્વે દરમ્યાન આપી હતી કે એક આદર્શ પદ્ધતિ સાથે અને શાસ્રોના યમ નિયમના સિદ્વાંતોના પાલન સાથે જ્યારે ૈરક શાળા કાર્યરત હોય તે વિદ્યામંદિર ગણાય છે. જેમા બાળકોની શક્તિઓ પુર્ણ રૂપે ખીલી શકે જોકે આવુ વાતાવરણ બનાવવુ ખૂબ અઘરૂ છે અને જાળવી રાખવુ તે તો ખૂબ કઠીન છે ત્યારે શ્રી બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કુલ ખરા અર્થમા જામનગરનુ ઝળહળતુ જ્ઞાનમંદિર બની રહ્યુ છે તેમ જુદા જુદા અભિપ્રાયોનો સાર જાણવા મળ્યો છે.
સાગર સંઘાણી