ન્યારા ગામના પાટીયા પાસે કચ્છથી આવેલ રપ૦૦ જેટલી ગૌ માતા માટે મદદની અપીલ
ગુજરાતમાં કચ્છ વિસ્તારમાં આ વર્ષે પડેલ ઓછા વરસાદને કારણે પાણી તથા ઘાસચારાની ભયંકર અછતને કારણે ગોપાલકો આકુળ વ્યાકુળ બની ગયા છે. અને તેમના મહામૂલા ગૌધન ને બચાવવા હજારોની સંખ્યા માં ગૌ-માતાને લઇને વિચરણ કરી રહ્યા છે. આવા જ એક રાપર વિસ્તારના ગોપાલકો ચિંતાતુર થઇ ઇશ્વર ભરોસે આશરે રપ૦૦ જેટલી ગૌ-માતા ઓને લઇને રાજકોટના જામનગર રોડ ન્યારા ગામના પાટીયા પાસે મુકામ કર્યા છે. અની જીવદયા પ્રેમીઓને આ આશ્રિત ગાયો માટે મદદ કરવા આજીજી કરી રહ્યા છે.
કાર્યક્રમમાં આગેવાનોએ અબતકની વાતચીતમાં જણાવ્યું હતુંકે માલધારીઓના સાદને વાચા આપવા તથા ગૌ-સેવા માટે ઘણા બધા જીવદયા પ્રેમીઓ વહારે આવ્યા છે. સરાહનીય અને નોંધ લેવા જેવી વાતો તો એ છે કે એક જુવાનીયાનું એક ગુ્ર્પ માનવસેવા એજ પ્રભુ સેવા ગ્રુપ રાજકોટ છેલ્લા બે મહિનાથી આ ભગીરથ સેવાયજ્ઞ ગૌ સેવા કાર્ય માટે કટિબંધ થયો છે અને દર બે ત્રણ દિવસે ત્રણ ચાર ટ્રેકટરો ભરી લીલા ઘાસનો ચારો ગૌ-માતાને ખવડાવી રહ્યા છે. દુષ્કાળની પરિસ્થિતિ હલ ન થાય ત્યાં સુધી આ આશ્રિત ગૌ-માતાની સેવા કરવા તત્પર થયા છે પરંતુ આ ભગીરથ ગૌ-સેવા કાર્ય એક-બે સંસ્થાની ન થઇ શકે. પરંતુ કહેવાય છે કે ઝાઝા હાથ રડિયામણા જો લોકો સ્વયમ આ સંસ્થાઓને યથકિંચિત સહયોગ આપે તો ગમે તેવું ભગીરથ કાર્ય આસાન થઇ શકે છે અને અનેક ગૌ-માતા ના આર્શીવાદ પણ પ્રાપ્ત કરી શકે છે.
આ ગૌમાતાને બચાવવા દરરોજ આશરે ૧૦ ટ્રક ધાસચારાનો જરુરીયાત પડે છે. માનવસેવા ટ્રસ્ટના યુવાનો શકય થાય તેટલા પ્રયત્ન કરી દરરોજ તેમની આવકની મર્યાદામાં ધાસ પહોંચાડે છે.
તાજેતરમાં જ એવમ પદમભૂષણ, મહાન ફિલોસોફર, મહા સંગીતાચાર્ય, જગતગુરુપીઠ વલ્લભકુલ સંપ્રદાય આચાર્ય ગો.ડો. ગોકુલોત્સવજી મહારાજ (ઇંદોર) ના આશીર્વાદ સાથે તેમના પુત્ર સોમયાજી દિક્ષિત વૈષ્ણવાચાર્ય, ડો. વ્રજોત્સવજી મહોદય આશ્રિત ગાયોના કેમ્પમાં આપવા લોકોને અપીલ કરી છે.
કાર્યક્રમને સફળ બનાવવા અરવિંદભાઇ પાટડીયા, ધર્મેશભાઇ પારેખ, કાનતીભાઇ કોટેચા, રાજેશભાઇ પાટડીયા, ચંદુભાઇ કંસારા, અશોકભાઇ , નીતીનભાઇ, પરેશભાઇ સહીતના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યો છે. કાર્યક્રમની વધુ માહીતી માટે મો. નં. ૯૯૨૪૫ ૩૯૬૦૫ ઉપર ધર્મેશભાઇનો સંપર્ક કરવાનું જણાવાયું છે.