વાહન માલિકે લાઇફટાઇમ ઇન્શ્યોરન્સ લેવા જરૂરી બનશે
વાહનોના વિમા મામલે અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. હવેથી વાહન ખરીદવાની સાથે જ આજીવન વિમો લેવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. ઉપરાંત વિમો પુરો થાય તુરંત જ વાહનને સીઝ કરવામાં આવશે તેઓ આદેશ પણ અદાલતે આપ્યો છે. અદાલતે મોટર વ્હીકલ એકટમાં મહત્વના ફેરફાર સુચવ્યા છે. દરેક વાહનમાં માત્ર ર્ડ પાર્ટી વિમાી હવે ચલાવી લેવાશે નહીં.
ઘણી વખત એવું બનતું હોય છે કે વાહન લીધાના એક કે બે વર્ષ બાદ માલિક વિમો રીવ્યુ કરાવતો નથી. આ મામલાના ઉકેલ રૂપે વાહનનું લાઈફ ટાઈમ પ્રિમીયમ ચુકવી દેવાનું સુચન પણ અદાલતે કર્યું છે. મદ્રાસ હાઈકોર્ટના બે ન્યાયાધીશોની ખંડપીઠે સરકારને વાહનના વિમા મામલે અનેક સુધારા કરવાનું સુચન કર્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે માત્ર ર્ડ પાર્ટી વિમો લેવો પુરતો નથી વ્યકિત રાષ્ટ્રની સંપતિ છે માટે જો ભુલેચુકે અવા જાણી જોઈને પોતાને નુકસાન કરે તો ગુનો બને છે.
ગુજરાત જેવા રાજયમાં ટુ-વ્હીલર વાહનોની સંખ્યા વધારે છે. મોટાભાગના કિસ્સામાં માલિકો વિમો રીન્યુ કરવાતા નથી. આ નિર્ણય ગેરકાયદે ગણવામાં આવે છે માટે ગુજરાતમાં પણ ફરજીયાત આજીવન પ્રિમીયમ તેમજ ઈન્સ્યોરન્સ પોલીસી સમાપ્ત તા જ વાહન સીઝ કરી લેવાના કાયદાના સખ્ત પાલનની જરૂરીયાત ઉભી થઈ છે.
વીમા કંપનીઓને બખ્ખા!
અદાલતના ચુકાદાના પરીણામે હવે આજીવન વિમો ફરજીયાત થશે અત્યારે વિમા કંપનીઓ વાહન માલિકોની પાછળ વિમો કરાવવા ફરતી હોય છે જોકે હવે ગ્રાહકો વિમો કરાવવા પડાપડી કરશે આવી સ્થિતિમાં વિમો મોંઘો બને તેવી શકયતા પણ છે. વાહન વિમા પ્રત્યે અદાલત અને સરકારના કડક વલણી વિમો કરાવવા પ્રત્યે લોકો જાગૃત બનશે અને વિમા રીન્યુ કરવા માટે લોકો તૈયાર રહેશે.