લોકડાઉન દરમિયાન આરોગ્ય, શિક્ષણ અને રોજગારીની પ્રવૃત્તિ યથાવત: તમામ ગામો ડિસઈન્ફેકશન કરાયા: તાલુકા એન્ટ્રી લેવલે ચેકપોસ્ટ ઉપર આરોગ્ય તપાસ મનરેગા હેઠળ અંદાજે ૮૦ ગામોમાં ૧૧૯ કામો ઉપર ૩૩૫૪ શ્રમિકોને મળે છે આજીવીકા
કોરોના સામે રાજકોટ જિલ્લાને સુરક્ષિત રાખવા અભેદ કિલ્લેબંધી દ્વારાકેવી રીતે સફળતા મેળવી અને લોકડાઉન દરમ્યાન આરોગ્ય, શિક્ષણ અને રોગજરીની પ્રવૃતિઓ કેવી રીતે આગળ ધપાવી તેની વિસ્તારપૂર્વક વાત રજુ કરે કરતાં જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા જણાવે છે કે,ગત જાન્યુઆરી માસથી જ તંત્ર, તલાટી, સરપંચ અને ગ્રામજનો દ્વારા કવાયત હાથ ધરી દરેક ગામમાં સઘન હેલ્થ ચેકઅપ, ગામમાં યુવકોની ટીમ દ્વારા નાકાબંધી અને ગ્રામપંચાયત દ્વારા કાયદાના સખ્ત પાલનને કારણે ગ્રામ્ય વિસ્તારમાં આજદિન સુધી કોરોનાનો માત્ર એક જ કેસ સામે આવ્યો હોવાનું અને લોકડાઉન સમય દરમ્યાન આરોગ્ય, શિક્ષણ અને રોજગારીની પ્રવૃત્તિ યથાવત રાખી છે.
જે મુજબ સૌ પ્રથમ દરેક ગામ દીઠ ૨૦ થી ૨૫ યુવાનોની કોરોના યોદ્ધાની ટીમ બનાવી ગામની નાકાબંધી કરવામાં આવી. યુવાનો દ્વારા બહારથી આવતા લોકોની માહિતી રજીસ્ટરમાં કરવાની તેમજ ચેકઅપ માટે જાણ કરવાની. તંત્ર દ્વારા તમામ ગ્રામજનોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું. ગામમાં હોમ કોરન્ટાઈન માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી અને શંકાસ્પદ વ્યક્તિના વાહનની ચાવી સરપંચે પાસે જમા કરાવી દેવાના સખ્ત નિયમો બનાવ્યા. ગામના રસ્તાઓ ડિસઇન્ફેક્સન કરવામાં આવ્યા સાથે હેલ્થ સેન્ટરોને રોજેરોજ ડિસઇન્ફેક્ટ્સ કરવામાં આવે છે જેથી કોઈને ચેપ ન લાગે. આ ઉપરાંત મનરેગામાં કામ કરતા મજૂરોનુ રોજ હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે.
રાજકોટ જિલ્લાના બાળકોને ઘર બેઠા શિક્ષણ મળી રહે તે માટે જિલ્લાના ૧,૩૭૩ આંગણવાડી કેન્દ્રો દ્વારા ૩ થી ૬ વર્ષની ઉંમરના ૩૯,૫૫૩ બાળકોને આંગણવાડી બહેનો દ્વારા ધર બેઠા પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.ઉપરાંત મઘર ટીચર કોન્સેપ્ટ અંતર્ગત વોટ્સએપ ગ્રુપના માધ્યમથી આંગણવાડી કેન્દ્રોની બહેનો બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે કે નહીં તેની જાણકારી પ્રાપ્ત કરી શકે છે અને વાલીઓને જરૂરી માર્ગદર્શન આપી શકે છે.
બાળ અને મહિલા કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યની આંગણવાડીઓના બાળકો, સગર્ભા, ધાત્રી માતા અને કિશોરીઓને લોકડાઉનના સમયમાં પણ પોષણયુક્ત આહાર મળી રહે તેવા શુભહેતુથી આંગણવાડીની બહેનો દ્વારા દરેક ધરે જઈને જિલ્લાના ૬ માસથી ૩ વર્ષની ઉંમરના ૫૧,૨૧૧ બાળકોને પૈકી૩૯,૫૫૩ બાળકોને બાલશક્તિના પેકેટનું વિતરણ થઈ ગયું છે.જિલ્લાની ૧૦,૧૪૦ સગર્ભા માતા અને ૯,૮૮૮ ધાત્રી માતાઓને ૪ પેકેટ માતૃશક્તિના પહોંચાડવામાં આવ્યા છે. તદ્ઉપરાંત શાળાએ ન જતી ૧૧થી ૧૪ વર્ષની કિશોરીઓ અને ૧૫થી ૧૮ વર્ષની ૩૭,૧૨૦ કિશોરીઓને પૂર્ણા શક્તિ પેકેટ આપવામાં આવ્યાછે.
ડીઆરડીએ વિભાગના સંયોજનથી સખી મંડળની બહેનોદ્વારા ૮૦,૦૦૦ જેટલા માસ્ક તૈયાર કરી વિવિધ સરકારી કચેરીઓમાં સપ્લાય કરવામાં આવ્યા છે.રાજકોટ જિલ્લામાં મનરેગા હેઠળ અંદાજે ૮૦ગામોમાં ૧૧૯કામો પર ૩૩૫૪ શ્રમિકો રોજીરોટી મેળવી રહ્યા છે. શ્રમિકોને જોબકાર્ડ મળી રહે તે માટે ગ્રામપંચાયતમાં વ્યવસ્થા કરવામાં આવી હોવાનું શ્રી રાણાવાસીયા જણાવે છે.
ખેડૂતોને બજારમાં ફળફળાદી વેચવા માટે પાસની વ્યવસ્થા કરવામાં આવી,જો કે ખેતી વાડી સાથે સંકળાયેલા ખેડૂતોને ખેતરમાં અવર-જવર માટે ખુલી પરવાનગી આપવામાં આવી છે જેથી કૃષિ ઉત્પાદનમાં કોઈ બાધા ન આવે.
રાજકોટ જિલ્લામા તાલુકા લેવલે જસદણ, ગોંડલ, ધોરાજીમાં સેમ્પલ લેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ૧૨ જેટલી એમ્બ્યુલન્સ કોરોના પેશન્ટને રાજકોટ હોસ્પિટલ સુધી ખસેડવા માટે ઉપલબ્ધ કરાવાય છે. ૫૪ પી.એચ.સી., ૧૩ સિ.એચ.સી. અને યુ. એચ.સી સેન્ટર પર ચકાસણી કરવામાં આવી રહી છે.આ સેન્ટરોને રોજેરોજ ડિસઇન્ફેક્ટસ કરવામાં આવે છે.ગત તા. ૩જી મેના રોજ તમામ ગામડાઓને ડિસઇન્ફેક્શન કરી જંતુ મુક્ત કરવામાં આવ્યા હતા.
હાલ જ્યારે નગરપાલિકાઓમાં વ્યાપારની છૂટ આપવામાં આવી છેત્યારે સોશિયલ ડિસ્ટનસિંગ જળવાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. સાથોસાથ જિલ્લના એન્ટ્રી પોઈન્ટ પર પ્રવેશતા લોકોનું ખાસ સ્ક્રીનિંગ જુદી જુદી ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
રાજકોટ ગ્રામ્ય કોરોનાને મહાત કરવામાં વિજયી બન્યો છે ત્યારે અન્ય જિલ્લા માટે ખાસ પ્રેરણામૂર્તિ બન્યાનું ગૌરવ હોવાનું જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા જણાવે છે.