‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે ‘આપ’ ના પ્રદેશ અઘ્યક્ષ ઇશુદાન ગઢવી સહિતના પદાધિકારીઓ
દેશમાં યુનિફોમ સિવીલ કોડથી સંસ્કૃતિ ખતમ જશે કારણ કે દરેક જ્ઞાતિ, પ્રાંત, ગામ, શહેર, જીલ્લો કે રાજયમાં જુદી જુદી પરંપરાઓને જે તે લોકો અનુસરતા હોય છે. યુ.સી.સી. તથા પરંપરાગત સંસ્કૃતિ ઉપર તરાપ સમાન હોવાનું ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ અઘ્યક્ષ ઇશુદાન ગઢવીએ જણાવ્યું હતું.
તેઓએ આગામી નગરપાલિકા લોકસભાની ચુંંટણીઓમાં ‘આપ’ ના પ્રદર્શન અંગે વિસ્તૃત છણાવટ કરતા કહ્યું હતં કે, ગુજરાતમાં ત્રીજી પાર્ટીને સ્થાન નથી તેવી અમુક રાજકીય નેતાઓની માન્યતા વચ્ચે ગુજરાતમાં ‘આપ’ ને 40 સીટો મળી. જેથી લોકો આપની વિચારધારા અને તેના કાર્યોને પસંદ કરે છે તેવું અમે અને અન્ય પણ માનતા થયા છે.
તેઓએ એમ પણ કહ્યું હતું કે, 7ર નગરપાલીકાની આગામી ચુંટણીઓ પહેલા પક્ષને મજબુત કરવા. રાજય કક્ષાના આગેવાનો દ્વારા વોટ બેંક મજબુત કરવા શકય તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
તેવામાં આમ આદમી પાર્ટી દ્વારા આગામી ચુંટણીઓને લઇ પક્ષને મજબુત કરવા માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. હાલ સંગઠન ઉપર અમો વધુ ફોકસ કરી રહ્યા છીએ. 10 હજાર હોદેદારો નિમાયા છે. દરરોજ 300 હોદેદારોની નિયુકિત કરવામાં આવી રહી છે. આગામી એપ્રિલ સુધીમાં રાજયમાં એક લાખ જેટલા હોદેદારો નિમવા ઉપરાંત 17 લાખથી વધુ પેઇઝ પ્રમુખો નિમવાનો લક્ષ્યાંક હોવાનું કહ્યું હતું.
લોકોની પીડા, લોકોના પ્રશ્ર્નો કે દુ:ખ દર્દ, જાણવાની ઇચ્છા ધરાવવા ઉપરાંત રાજકીય ક્ષેત્રની જાણકારી હોય તે જ ‘આપ’ માં આવે છે. અને જે લોકોએ પ્રમાણે નથી કરતા તેને પક્ષમાંથી સાઇડ લાઇન પણ કરાશે તેમ ઉમેર્યુ હતું.સંગઠનને મજબુત કરવા અંગે જાણકારી આપતા ઇશુદાનભાઇએ કહ્યું કે, આપ દ્વારા બે માસ પહેલા ‘ત્રિરંગા સભા’ ક્ધસેપ્ટ લોંચ કરવામાં આવ્યો છે. જેમાં ગામડે ગામડે દર અઠવાડીયે ‘ત્રિરંગી સભા’ યોજી જેમાં લોકોના પ્રશ્ર્નોને ઉજાગર કરવાના તમામ પ્રયાસો થશે. આ ‘ત્રિરંગા સભા’ તાલુકા – જિલ્લા કક્ષાએ પણ યોજાશે. અને તેમાં સંગઠન માળખુ મજબુત કરવું, લોકોના પ્રશ્ર્નો પ્રાથમિક સુવિધાઓ ઉપરાંત પ્રશ્ર્નોને તંત્ર સુધી પહોચાડવા ના ઠરાવો કરાશે. ખાસ કરીને દિલ્હી મોડલ કે જેમાં શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતો ઉપર ભાર મુકાશે.
મહિલા અનામત બીલ વિશે ગઢવીએ જણાવ્યું હતું કે, ખરેખર આ કાયદો ચૂંટણી પહેલા લાગુ થવો જોઇએ પરંતુ આ સરકાર તેવું નહી કરે તેવું લાગે છે.
અંતમાં તેઓએ કહ્યું હતું કે, કેન્દ્રમાં જો ‘આપ’ની સરકાર આવશે. તો કેન્દ્રના વિવિધ ખાતાઓમાં તમામ ભરતી કરાશે તેમ જ જુની પેન્શન યોજના ચાલુ કરાશે.
‘અબતક’ ની મુલાકાતે ‘આપ’ના પ્રદેશ અઘ્યક્ષ ઇશુદાનભાઇ ગઢવી સાથે પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઇ લોખીલ, રાજકોટ જીલ્લા પ્રમુખ તેજસ ગાજીપરા, દિલીપસિંહ વાઘેલા, પ્રદેશ સહમંત્રી જનક ડાંગર, શહેર પ્રભારી રાકેશ સોરઠીયા પ્રદેશ સહમંત્રી ઇમરાન કામદાર સાથ રહ્યા હતા.