બોટ રીપેરીંગ માટે લાંગરવામાં આવી હતી: અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ
જુનાગઢ માંગરોળ મરીન પોલીસ સ્ટેશનની હદમાં માંગરોળ જેટી પર લાંગરેલી ઝમઝમ નામની બોટને અજાણ્યા ઈસમોએ આગ લગાડી દેતા બોટ બળીને ખાખ થઈ જવા પામી હતી બોટના માલિક દ્વારા અજાણ્યા ઇસમો સામે પોલીસ ફરિયાદ આપતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી
આ અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢના માંગરોળ તાબેના માંગરોળ મરીન પોલીસ સ્ટેશનની હદમાં માંગરોળ બંદર જેટી પર ફરીયાદીની બોટ ઝમઝમ જેના રજી.નંબર- IND-GJ-15-MM-3721 વાળી કે જે માંગરોળ બંદર જેટી ઉપર રીપેરીંગ કામ માટે લાંગરેલી હોય જે બોટમાં કોઇ અજાણ્યા ઇસમો દ્વારા કોઈપણ કારણસર આગ લગાડી આશરે રૂ.વીસ લાખ નું નુકશાન કર્યાની બોટના માલિક ફારૂકભાઇ કાસમભાઇ મહિડા ઉ.વ.૪૩ રહે. માંગરોળ ગુલીસ્તાન સોસાયટી ઇન્દીરા નગર વાળાએ માંગરોળ મરીન પોલીસ સ્ટેશન ખાતે આ અંગેની ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી આ બનાવની તપાસ ડી.કે.શીંગરખીયા પો.સબ ઇન્સ માંગરોળ મરીન ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.