ટ્રાફિક પોલીસ અને પાલિકા તંત્ર દ્વારા નકકર કામગીરી ન થતી હોવાની રાવ
ઉના શહેર લાંબા સમયથી શીરદર્દ ટ્રાફિક સમસ્યાથી પીડાય રહ્યું છે ત્યારે આ સમસ્યામાંથી શહેરીજનોને છુટકારો અપાવવા માટે નકકર આયોજન કરી સમસ્યાનો ઉકેલવવાને બદલે જવાબદાર પોલીસ તેમજ પાલિકા તંત્રના અધિકારીઓ ધુતરાષ્ટ્રની ભૂમિકા ભજવતા હોય તેમ બધુ જોવા જાણવા હોવા છતાં કોઈ નકકર કામગીરી કરતા ન હોવાથી લોકોમાં ટીકાપાત્ર બની રહ્યા છે.
શહેરની ટ્રાફિક સમસ્યાએ હાલ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે ત્યારે આ સમસ્યા ઉકેલવા આયોજન સાથે કોઈ વાસ્તવિક કામગીરી ટુંક સમયમાં નહીં થાય તો તેના ગંભીર પરીણામો બહાર આવશે. પોલીસ તંત્ર આવા વલણના કારણે શહેરની ટ્રાફિક સમસ્યા કહેવત મુજબ દિન દુગની રાત ચોગનીની માફક વધી રહેવાની સાથે હાલ તો બેકાબુ બની ગયેલ નજર પડે છે. શહેરનો એક પણ એવો માર્ગ નથી કે જયા ટ્રાફિક સમસ્યા ન હોય આવી સ્થિતિના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ અસલામતી અનુભવી રહ્યા છે.
શહેરના મુખય માર્ગોની બને સાઈડ, કેબીનો, રેકડીઓ, લોકોની ઓથ ધરાવતા લોકો આડેધડ રેકડી, લારીઓ ઉભી રાખી દઈ દબાણો કરેલ હોવાથી માર્ગો સાંકડા બની ગયેલ નજરે પડે છે. આથી કાયમ માટે ટ્રાફિક સમસ્યા ઘેરી બની રહે છે તો આવા દબાણો દુર કરવાની સ્થાનિક તંત્રના અધિકારીઓમાં હિંમત ન હોય તેમ લાચારી દર્શાવતા જણાવે છે કે જો અમે દુર કરવાની કાર્યવાહી કરીશું તો ઉપરથી દબાણ આવશે.