સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટની બેઠકમાં પીએચ.ડીમાં પ્રવેશ, અંગ્રેજીમાં થિસીસ સહિતના મુદ્દે તડાફડી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે સિન્ડિકેટની બેઠકમાં વર્ગ૧ અને ૨ના અધિકારીઓ તથા તમામ ભવનના અધ્યક્ષો માટે બાયોમેટ્રિક હાજરીમાંથી મુક્તિનો નિર્ણય ના મંજૂર કરવામાં આવ્યો છે. આ સાથે જ પીએચ.ડીમાં પ્રવેશ અને અંગ્રેજીમાં થિસિસ સહીતના મુદ્દે પુરી સિન્ડિકેટમાં તડાફડી બોલી ગઈ હતી.

vlcsnap 2019 10 22 14h13m58s165

યુનિવર્સિટીના વર્ગ ૧ અને ૨ ના અધિકારીઓ બાયોમેટ્રિક હાજરીમાંથી મુક્તિમાટે રાજ્ય સરકારનો ૨૦ વર્ષ જૂનો એટલે કે વર્ષ ૧૯૯૯નો પરિપત્ર લઇ આવ્યા હતા. જે મુજબ વર્ગ ૧ અને ૨ ના રાજયપાત્રીત અધિકારીઓને બાયોમેટ્રિક હાજરી માંથી મુક્તિ આપવામાં આવે છે જોકે હકિકત એ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિથી લઇ એક પણ અધિકારી રાજ્યપાત્રીત એટલે કે ગેજેટેડ ઓફિસર નથી. જેથી સિન્ડિકેટની બેઠકમાં બાયોમેટ્રિક હાજરીમાંથી મુક્તિ માટેની વર્ગ ૧ અને ૨ ના અધિકારીઓની દરખાસ્ત ના મંજુર કરવામાં આવી હતી.

vlcsnap 2019 10 22 14h13m44s31

આ ઉપરાંત સિન્ડિકેટની બેઠકમાં પીએચ.ડીમાં પ્રવેશ માટે ફરી મેરીટ ટેસ્ટ માટે અને ભાષા સિવાયમાં વિષયોમાં અંગ્રેજીના થિસીસ ફરજીયાત નિર્ણય બાબતે તડાફડી બોલી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે ભાષા સિવાયના વિષયોમાં ફરજીયાત અંગ્રેજીમાં થિસીસ મુદ્દે વિદ્યાર્થીઓની સમસ્યાને વાચા આપતા ડો.નિદત બારોટે અવાજ ઉઠાવ્યો હતો અને જો અંગ્રેજીમાં થિસિસ ફરજીયાતનો નિર્ણય પરત નહીં ખેંચવામાં આવે તો ગાઈડ પોતાની ગાઈડશીપ પદવીદાન વખતે રાજ્યપાલને પરત કરશે.

આ ઉપરાંત સિન્ડિકેટની બેઠકમાં કેશિયર તરીકે જીજ્ઞેશ લાઠીયાની વરણી સમિતિના અહેવાલના આધારે નિમણૂક કરવામાં આવી હતી અને ૨ સ્ટોરકીપરની પણ નિમણુંક થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.