ફરસાણ, મિઠાઇ સહિતની ખાદ્યસામગ્રીઓમાં હલકી કક્ષાની ચીજ-વસ્તુઓના લીધે લોકોના સ્વાસ્થ્ય પર જોખમ
તહેવારોની સિઝન શરૂ થતા જ બજારમા પણ લોકો શોપીંગ કરવા ઉમટી પડે છે ત્યારે આ વર્ષે દિવાળી અને નવુ વર્ષ નજદીક તો આવી ગયા પરંતુ મંદીના લીધે લોકોને પણ કઇ ખાસ ઉત્સાહ હોય તેવુ જણાતુ નથી તેવામા નવાવર્ષના આગમનના લીધે મંદીના માહોલ વચ્ચે ફટાકડા અને ફરસાણ તથા ખાધપદાર્થની ચીજ-વસ્તુઓ વેચાણ કરતી દુકાનોમા લોકોની ભીડ જોવા મળે છે ત્યારે ધ્રાગધ્રા શહેરમા આ ખાધપદાર્થની ચીજ-વસ્તુઓની સાથે લોકોને એક મીઠુ ઝેર પીરસવામા આવતુ હોય તેવી સ્થિતી છે જેમા ધ્રાંગધ્રા સહિત સમગ્ર ઝાલાવાડ પંથકમા જીરશોરથી પડેલા વરસાદના લીધે ચોતરફ મંદવાડ છે સાથે તહેવારોની સિઝન શરૂ થતા જ સ્થાનિકોમા મીઠાઇ તથા ફરસાણની માંગ વધે છે જેથી આ મીઠાઇ અઑએ ફરસાણ બનાવતા દુકાનદારો અખાધ્ય તેલ અને લોકોના આરોગ્યને નુકશાનકર્તા કેમીકલોનો ઉપયોગ કરી ખાધપદાર્થની ચીજો બનાવે છે. આ ચીજવસ્તુઓ લોકોના પેટમા જતાની સાથે જ લોકો બિમારીનો ભોગ બને છે. તેવામા ધ્રાંગધ્રા શહેરની મોટાભાગની વિસ્તારોમા રહેતા રહિશોના ઘેર-ઘેર એકલ-દોકલ મંદવાડના ખાટલા જોવા મળે છે તેવામા મંદવાડ વધુ વકરે તેવી પરીસ્થિતી ઉદભવ થાય તે પહેલા ધ્રૉગધ્રા સેનેટરી વિભાગ અને આરોગ્ય તંત્રને સમગ્ર શહેરમા વેચાણ થતી ખાધસામગ્રીની તપાસ કરવી જોઇએ અને જરુર પડ્યે ચોક્કસ પગલા ઉઠાવવા જોઇએ તેવી સ્થાનિકોની માંગ ઉઠી રહી છે.