પદ્મશ્રી આર્કિટેકચર બિમલ પટેલ નરસિંહ મહેતા સરોવર અને વિલીંગ્ડન ડેમના વિકાસની ડીઝાઈન તૈયાર કરશે
જૂનાગઢના અહોભાગ્ય છે કે, નરસિંહ મહેતા સરોવર અને વિલીંગ્ડન ડેમના વિકાસ માટે મહત્વની કામગીરી થનાર છે. અને આ કામગીરી માટે પ્રથમ વખત દેશની પ્રથમ હરોળની એજન્સી દ્વારા આ કામ કરવા માટે તૈયાર થઇ છે.
જુનાગઢ મનપાના કમિશ્નર તુષાર સુમેરા એ જય હિન્દ દૈનિકને જણાવ્યા અનુસાર તાજેતરમાં દિલ્હીના નવા સંસદ ભવનની ડિઝાઇન તૈયાર કરી છે તે એજન્સી જૂનાગઢના નરસિંહ મહેતા સરોવર અને વિલીંગ્ડન ડેમની ડિઝાઇન તૈયાર કરશે.
આર્કિટેકચરની દુનિયામાં બિમલ પટેલનું નામ ઘણું જાણીતું છે. બિમલ પટેલને શ્રેષ્ઠ કામગીરી માટે પદ્મશ્રી એવોર્ડ એનાયત પણ થયેલ છે. ત્યારે બિમલ પટેલ નરસિંહ મહેતા સરોવરની તેમજ વિલીંગ્ડન ડેમના વિકાસની ડિઝાઇન તૈયાર કરશે. અને એ ડિઝાઇન થી બંને સ્થળો રમણીય અને આકર્ષક બનશે. દરમિયાન નરસિંહ મહેતા સરોવરના વિકાસ માટે ૨૫ કરોડની રકમ હાથ પર છે, ઉપરાંત વધુ ૧૦ કરોડની જોગવાઇ કરવામાં આવશે. જ્યારે વિલીંગ્ડન ડેમ માટે ૨ કરોડની રકમ છે અને ૩ કરોડ ટુરિઝમ પાસેથી મળતા ૫ કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવશે.