સ્કર્ટ હોય, કુરતી હોય કે પછી ફ્લોર-લેન્ગ્ ડ્રેસ હોય; અનઈવન હેમલાઇન વગર હવે એ અધૂરાં છેઆજકાલ ટ્રેન્ડમાં છે એ અનઈવન હેમલાઇન એટલે જેનો ઘેરો એકસરખો હોતો ની. હેમલાઇન એટલે તમે પહેરેલા વની કિનાર.
અનઈવન હેમલાઇન ટ્રેન્ડમાં તો છે, પરંતુ બહુ ઓછા એને કેરી કરી શકે છે. અનઈવન હેમલાઇન એક સ્ટાઇલિંગ કહેવાય અને એને એસિમેટ્રિકલ લેન્ગ્ પણ કહેવાય. લાંબીપાતળી યુવતીઓ પર આ સ્ટાઇલિંગ વધારે સારું લાગે. માત્ર કુરતા કે ફ્લોર-લેન્ગ્ ડ્રેસ સુધી જ એ સીમિત ની; ટોપ્સ, સ્કર્ટ અને જેકેટમાં પણ આ સ્ટાઇલિંગ જોવા મળે છે. આમાં પણ ઘણા પ્રકાર જોવા મળે છે; જેમ કે સાઇડ, ફ્રન્ટ ઍન્ડ બેક વગેરે.
(૧) કુરતા
કુરતામાં એસિમેટ્રિકલ હેમલાઇન ઘણી ચાલે છે. એમાં બધી જ લેન્ગ્ અનઈવન હેમલાઇનવાળી મળે છે, જેમ કે શોર્ટ લેન્ગ્ી લઈને લોન્ગ સુધી. શોર્ટ લેન્ગ્માં સાઇડ અને ફ્રન્ટ બેક આવે છે. વન સાઇડ અનઈવન હેમલાઇન એટલે જો કુરતાની એક સાઇડની લેન્ગ્ ૩૬ ઇંચ હોય તો બીજી સાઇડની લેન્ગ્ ૧૦ી ૧૨ ઇંચ વધારે હોય છે. આવા કુરતા ફ્લોઇંગ ફેબ્રિકમાં વધારે સારા લાગે છે અવા તો કોટન મલ ફેબ્રિકમાં સારા લાગે જે ફેબ્રિકનો પોતાનો ફોલ હોય. ફ્રન્ટ બેક અનઈવન હેમલાઇન એટલે પાછળની લેન્ગ્ જો ૪૦ ઇંચ હોય તો આગળની લેન્ગ્ ૩૬ ઇંચ હોય. આવા કુરતામાં લેન્ગ્નું વેરિએશન પણ આપી શકાય છે. એસિમેટ્રિકલ કુરતા સો ખાસ કરીને ચૂડીદાર સારાં લાગે છે અને એની સો હાઈ હીલ્સ પહેરવી. આવા કુરતા સો સ્લીવ્ઝ સારી લાગે છે અવા તો સ્લીવલેસ.
(૨) ફ્લોર-લેન્ગ્
ફ્લોર-લેન્ગ્ એટલે જે ટોપની કિનાર જમીનને અડતી હોય. આવા ડ્રેસમાં અનઈવન હેમલાઇન ખૂબ સરસ લાગે છે. ફ્લોર-લેન્ગ્ ડ્રેસ જો કેઝ્યુઅલ હોય તો એમાં સિંગલ લેયર એટલે કે ટોપ ટુ બોટમ એક જ ફેબ્રિક હોય છે. આવા ડ્રેસમાં વર્ક બહુ ઓછું હોય છે. માત્ર ફેબ્રિકનો જ લુક વધારે હોય છે. એસિમેટિ્રકલ હેમલાઇનવાળા ડ્રેસ પ્લેન ફેબ્રિકમાં તો સારા લાગે જ છે, પરંતુ પ્રિન્ટેડમાં પણ એટલા જ સુંદર દેખાય છે. જ્યારે તમે અનઈવન હેમલાઇનવાળા પ્લેન ડ્રેસ પહેરો છો ત્યારે એને ઍક્સેસરીી હાઇલાઇટ કરવો પડે છે, જેમ કે નેકમાં કોઈ સ્ટેટમેન્ટ નેકલેસ પહેરી લીધો અવા લોન્ગ ઈયર-રિંગ. જે પ્લેન ડ્રેસમાં ડબલ લેયરિંગ હોય એમાં લેયરિંગમાં વેરિએશન હોય છે, જેમ કે નીચેની લેયર સેમ કલર અવા કોન્ટ્રાસ્ટ કલરમાં હોય છે. જો તમે મેક ટુ ઑર્ડર કરાવવાના હો તો ખાસ ધ્યાન રાખવું કે નીચેની લેયરની લેન્ગ્ લાંબી જ રાખવી અને ઉપરની લેયરમાં વેરિએશન આપવું, જેમ કે એક સાઇડી લેન્ગ્ ગોઠણ સુધી તો બીજી સાઇડી ફુલ-લેન્ગ્ અવા તો બન્ને સાઇડી ફુલ-લેન્ગ્; પરંતુ સેન્ટરમાં આપવો. અવા તો ઉપરની લેયર ફ્રન્ટ ઓપન આપી ગોઠણ સુધીની લેન્ગ્ આપી પાછળી ફુલ-લેન્ગ્ આપવી. આગળી હાફ હેન્કર્ચીફ લુક આવશે. આવા ડ્રેસ ખાસ કરીને લાંબીપાતળી યુવતીઓ પર વધારે સારા લાગે છે. આવાં ગાઉન મોટે ભાગે ફ્લોઇંગ ફેબ્રિકમાં બને છે.
(૩) સ્કર્ટ
સ્કર્ટમાં અનઈવન હેમલાઇન બહુ કોમન છે. સ્કર્ટ કેઝ્યુઅલ હોય કે પછી ફોર્મલ હોય, અનઈવન હેમલાઇન કોઈ પણ લુકમાં સરસ લાગે છે. માત્ર સ્કર્ટ પર ટોપ સિલેક્ટ કરતી વખતે ધ્યાન રાખવું. જો કોટનનું અનઈવન હેમલાઇનવાળું સ્કર્ટ હોય તો એની સો કોટનનું જ ટોપ સારું લાગશે. કોટનનું ટોપ ઘણી વખત મલ ફેબ્રિકમાંી બનાવેલું હોવાી ોડું ટ્રાન્સપરન્ટ લાગે છે. તો એમાં તમે સ્કર્ટના કલરની સ્પેઘેટી પહેરી એક અલગ લુક આપી શકો. જો અનઈવન હેમલાઇનવાળું ફોર્મલ સ્કર્ટ હોય તો એની સો ફ્લોઈ ફેબ્રિકવાળું જ ફોર્મલ ટોપ સારું લાગશે. જો સુડોળ શરીર હોય તો ઇન્કટવાળું ટોપ પહેરી શકાય. જો તમારો પેટનો ભાગ ોડો વધારે હોય તો તમે બલૂન પેટર્નવાળું ટોપ પહેરી શકો જેના લીધે પેટનો ભાગ દેખાશે નહીં. અનઈવન હેમલાઇનવાળાં સ્કર્ટ શરીરને અનુરૂપ સિલેક્ટ કરવાં. જો લાંબીપાતળી યુવતી પહેરે તો તેના પર સ્કર્ટની પેટર્ન વધારે સરસ રીતે દેખાય છે. આવા સ્કર્ટ સો હાઈ હીલ્સ સારી લાગે અવા તો ટાઇ અપ્સ સારાં લાગે.
(૪) ટોપ્સ
ટોપ્સમાં અનઈવન હેમલાઇન બધી જ લેન્ગ્માં આવે છે, જેમ કે શોર્ટ ટોપ્સી લઈને લોન્ગ સુધી. અનઈવન હેમલાઇનવાળાં ટોપ્સ ડેનિમ સો સારાં લાગી શકે. જો તમારી હેવી બોડી હોય તો ફ્રન્ટમાં અનઈવન હેમલાઇનવાળું ટોપ ન પહેરવું. એના લીધે પેટનો ભાગ વધારે દેખાશે. ફ્રન્ટ અનઈવન હેમલાઇનવાળું ટોપ એટલે કે જેમાં ફ્રન્ટ ઓપન હોય અને ફ્રન્ટમાં ૧૦ ઇંચી લઈને ૧૫ ઇંચ સુધી બટન આપવામાં આવે અને પછી સ્લિટ હોય, જે પાછળની જે લેન્ગ્ હોય એને મેચ કરે. લોન્ગ અનઈવન હેમલાઇનવાળું ટોપ ચૂડીદાર સો તો સારું લાગે જ છે, પરંતુ સ્કર્ટ સો પણ સુંદર લાગે છે. ખાસ ધ્યાન રાખવું કે જો સ્કર્ટનો ઘેરો વધારે હોય તો ટોપ એ-લાઇનવાળું સિલેક્ટ કરવું અને જો સ્કર્ટ એ-લાઇનવાળું હોય તો ટોપ તમે ઘેરવાળું પસંદ કરી શકો, જેમાં અનઈવન હેમલાઇન હોય.
(૫) હેન્કર્ચીફ હેમલાઇન
હેન્કર્ચીફ હેમલાઇન એટલે જેમાં નીચે મોટા ત્રિકોણ બને. જ્યારે કોઈ પણ રૂમાલને વચ્ચેી પકડવામાં આવે ત્યારે જે લુક આવે એને હેન્કર્ચીફ હેમલાઇન કહેવાય. આ પેટર્ન ખાસ કરીને લાંબીપાતળી યુવતીઓએ જ પહેરવી. મોટે ભાગે આવા ડ્રેસ બનાવવા માટે યોક આપવામાં આવે છે. જો ભરાવદાર યુવતી આને પહેરે તો યોકના હિસાબે ચેસ્ટ તો હેવી લાગશે જ, પરંતુ હેન્કર્ચીફ પેટર્નને લીધે ઘેરાવો પણ વધારે લાગશે. જો ભરાવદાર યુવતીને આવો ડ્રેસ પહેરવો હોય તો યોક ન કરાવવો અને હેન્કર્ચીફ પેટર્ન ગોઠણી નીચે જાય એવો બનાવડાવવો. આવા ડ્રેસ સો ટાઇ અપ્સ ચંપલ વધારે સારાં લાગશે.
પિન્ક : આ જે પિન્ક કળીદાર ડ્રેસ છે એમાં સાઇડ પર અનઈવન હેમલાઇન આપવામાં આવી છે. આ ખૂબ જ ઘેરાવાળો છે અને નીચે ચૂડીદાર પહેરવામાં આવ્યું છે. એવો ડ્રેસ લાંબીપાતળી યુવતીઓ પર વધારે સારો લાગે, જેી પેટર્ન સરસ રીતે દેખાય અને પાતળી યુવતી આને પહેરે એટલે ોડી ભરેલી પણ લાગે.