ગામડા કરતા શહેરોમાં બેકારીનો દર વધુ ગામડામાં ૨૩ ટકા, શહેરોમાં ૨૭ ટકા
દેશમાં લોકડાઉન લંબાવવા સાથે નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે. અને આર્થિક પ્રવૃત્તિઓ વધી છે. ત્યારે દેશમાં અત્યારે બેકારીનો દર સર્વોચ્ચ સપાટીએ ૨૪ ટકા છે તેમ સેન્ટર ફોર મોનીટરીંગ ઓફ ઈન્ડિયન ઈકોનોમીકે જણાવ્યું હતુ.
સીએનઆઈઈ દ્વારા દર સપ્તાહના અંતે બેકરીના આંકડા જાહેર કરવામાં આવે છે. આઈએમઆઈઈ દ્વારા ૧૭ મેએ પૂરા થત સપ્તાહના આંકડા જાહેર કરી જણાવ્યું હતુ કે દેશમાં બેકારીનો દર અત્યારે સર્વોચ્ચ સપાટી ૨૪ ટકાએ પહોચ્યો છે. દેશમાં લોકડાઉનમાં કહેવાતી છૂટછાટ જાહેર કરવામાં આવી છે. અને અમુક વિસ્તારોમાં ઉદ્યોગો સાથે વેપારી ધંધા પૂન: શરૂ થયા છે. છતા બેકારીનો આંક હજુ સર્વોચ્ચ સ્તરે એટલે કે ૨૪ ટકાના સ્તરે છે. જોકે ઔદ્યોગિક અને વેપાર ધંધા ધીમેધીમે પૂન: શરૂ થતા કામ કરનારા શ્રમિકોની સંખ્યા થોડા અંશે વધી છે. આ સંખ્યા ૨૬ એપ્રીલે ૩૫.૪ ટકા હતી તે સપ્તાહના અંતે વધીને ૩૮.૮ ટકા થઈ છે. બેકારીનો ઉંચો દર એ બતાવે છે કે શ્રમિકોનો મોટો વર્ગ કામ કરવા ઈચ્છે છે પણ તેમને યોગ્ય કામ મળતું નથી.
સીએમઆઈએ જણાવ્યું હતુ કે શહેરી વિસ્તારોમાં બેકારીનો દર ૨૭ ટકા છે જયારે તેની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારમાં બેકારીનો દર ૨૩ ટકા છે. જયારે શહેરમાં કામ કરનારાઓનો દર ૩૪ ટકા છે. જયારે ગ્રામ્ય વિસ્તારમાં કામ કરનારાનો દર ૪૧ ટકા છે.
દેશમાં કોરોના સામેનો જંગ લાંબો ચાલશે અને લોકડાઉન પણ લંબાશે તેવી જાહેરાત વચ્ચે સરકારે લોકોને ઘર બેઠા અનાજની ખાધ્ય સામગ્રી પૂરી પાડતા માંગમાં વધારોથઈ શકયો નથી તેના સીએમઆઈઈએ જણાવ્યું હતુ કે સામાન્ય સંજોગોમાં ૧.૧૭ લાખ લોકોને રૂબરૂ મળીને કે ઈન્ટરવ્યુ લઈ સર્વે કરવામાં આવે છે. પણ હાલ લોકડાઉનન સમયમાં માત્ર ૧૧ થી૧૨ હજાર લોકોનો ફોન પર સંપર્ક કરી સર્વે કરવામાં આવે છે. થઈ શકતો નથી તેમ સીએમઆઈઈએ જણાવ્યું હતુ સામાન્ય સંજોગોમાં ૧.૧૭ લાખ લોકોને રૂબરૂ મળીને કે ઈન્ટરવ્યુ લઈ સર્વે કરવામાં આવે છે. પણ હાલ લોકડાઉનના સમયમાં માત્ર ૧૧ થી ૧૨ હજાર લોકોનો ફોન પર સંપર્ક કરી સર્વે કરવામાં આવે છે.
દેશમાંથી લોકડાઉન કયારે ઉઠાવી લેવાશે? લોકડાઉન પછીની ઔદ્યોગિક આર્થિક સ્થિતિ કેવી હશે ? રોગચાળાનો ભય તબીબી સુવિધાનો અભાવ તથા આજીવીકા ગુમાવવાના ડર સહિત અનેક અનિશ્ર્ચિતતાને લઈ કામના સ્થળ કરતા પોતાના ઘરે નાના ગામમાં સલામત નિશ્ર્ચિત રહી શકે તેમ સમજી પરપ્રાંતીયો પોતાના વતન ભણી ગયા હતા.
લોકડાઉન પછી આર્થિક ગતિવિધિઓ ધમધમી છે. પણ ફરી પાટા પર લાવવા સરકારે ૨૦ લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે. આમ છતાં આર્થિક ગતિવિધિ પૂર્ણસ્તરે લાવવી સરકાર માટે મોટા પડકાર સમાન છે.
રાજકોટ, શાપર વેરાવળ, મેટોડા લોઠડા સહિતના વિસ્તારમાં નાના મોટા ઔદ્યોગિક એકમોના ઘણા પરપ્રાંતીય શ્રમિકો ચાલ્યા જતા ઉદ્યોગો પૂન: શરૂ ક્રવા સ્થાનિક લોકોથી કામ શરૂ કરવા અને ઉદ્યોગોને ફરી ધબકતા શરૂ કરવા પ્રયાસો કર્યા છે. આમ વતન ગયેલા શ્રમિકો પરત આવે અને કામ શરૂ કરે એ પહેલા જ સ્થાનિક શ્રમિકો, કુશળ કારીગરોની મદદથી વેપાર ઉદ્યોગ પૂન: શરૂ કરવામાં આવી રહ્યા છે. અને તેમાં અમુક અંશે સફળતા પણ મળીરહી છે.
હાલ નાના મોટા ઉદ્યોગોમાં શ્રમિકો પરપ્રાંતીયો પોતાના વતન જતા રહ્યા છે. પણ વતનમાં ગયેલા પરપ્રાંતીયો, શ્રમિકોના ધંધા કે રોજગાર અન્યત્ર છે. એટલે ત્યાં સ્થાનિક રોજગારી મળવાની ન હોવાથી આગામી સમયમાં રોજગારી મેળવવા જે તે કામ ધંધાના સ્થળે જવું પડશે. એટલે થોડા દિવસોમાં નાના મોટા ઉદ્યોગોને શ્રમિકો વધુ પ્રમાણમાં મળવા લાગશે એથી શ્રમિકોને પણ ઓછા દરે કામ કરવું પડે તેવી સ્થિતિ સર્જાવાની શકયતા જાણકારો જણાવી રહ્યા છે.
સ્થળાંતરિતોના મુદ્દે મોદી સરકાર સામે વિપક્ષોને એકજૂટ કરવાનો કોંગ્રેસનો પ્રયાસ
સોનિયા શુક્રવારે વિપક્ષોની વીડિયો કોન્ફરન્સ યોજશે
કોરોના વાયરસના પગલે લદાયેલા લોકડાઉનથી સ્થળાતરિતોની સ્થિતિ અને નાના ઉઘોગો ધંધા માટે જાહેર કરાયેલા આર્થિક પેકેજને લઇ રાજકારણ ગરમાઇ રહ્યું છે. આ બધી બાબતોને લઇ વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ વિરોધ પક્ષોને નેતાઓને એક કરવાનો પ્રયત્ન કર્યો છે. સોનિયા ગાંધીએ શુક્રવારે બપોરે ૩ કલાકે વિરોધ પક્ષના નેતાનઓ સાથે વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજવાનું અને આ અંગે ચર્ચા કરવાનું નકકી કર્યુ છે.
દેશના અલગ અલગ ૧૭ પક્ષોએ આ બેઠકમાં હાજર રાખવાનું નકકી કર્યુ છે. ભાજપ શાસિત ઉત્તરપ્રદેશમાં ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીઓ અને મજુર કાયદામાં ફેરફારો સહિતના મુદ્દાઓની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં સમાજવાદી પાર્ટી તથા બહુજન સમાજ પાર્ટી જોડાવાના નથી.
સ્થળાંતરિતોના પ્રશ્નોને લઇ તે અંગે અવાજ ઉઠાવવા અને વિરોધ પક્ષો એક જુથ થઇ લડી શકે તે માટે આ બેઠકમાં નીતિ નકકી કરવામાં આવશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે સ્થળાંતરિકોને પડી રહેલી મુશ્કેલી અને દેશમાં કોવિડ-૧૯ તથા લોકડાઉનના પગલે ઉદભવેલી સ્થિતિની અસર અંગે બેઠક યોજવામાં આવી છે અને તેમાં હું હાજરી આપવાની છું. બેઠક અંગે કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલને પૂછવામાં આવતા તેમણે જણાવાયું હતું કે દેશમાં જયારે જયારે જરૂર જણાઇ ત્યારે અમે સરકાર સામે ઉઠાવ્યો છે. ભાજપ શાસિત રાજયો ઉત્તરપ્રદેશ, મઘ્યપ્રદેશ તથા ગુજરાતે વિદેશી રોકાણને આવકારવા શ્રમિક કાયદામાં ફેરફાર કર્યા છે જે શ્રમિકોના મુળભૂત અધિકારોનું હનન કરે છે. અત્રેએ યાદ અપાવીએ છે ઇન્દિરા ગાંધીએ પોતાના શાસન દરમિયાન દેશમાંથી ગરીબી દૂર કરવાનો નારો આપ્યો હતો અને તેના માટે કેટલાક અસરકારક પગલા લીધા હતા.