બહુમાળી વિભાગમાં બેરોજગાર પોતાની નૌકારી માટે નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ કઢાવવા માટે લાંબી કતારો લાગી છે. ત્યારે આવી સ્થિતિનો લાભ ઉઠાવવા માટે વચેટિયાઓ જાણે ફાવી ગયા હોય તેમ નોન ક્રિમિલેયર કઢાવી દેવાના વાયદા કરી પૈસા પડાવતા હોવાનો પર્દાફાશ થયો છે.
રાજકોટના બહુમાળી ભવન ખાતે નોન-ક્રીમિલેયર સર્ટિફિકેટ મેળવવા યુવાનોની લાંબી લાઈન લાગી છે. પણ તેમાં તંત્રની બેરદકારી અને ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. એક તરફ દૈનિક 200-300 યુવાનો લાઈનમાં ઉભા રહે છે છતાં પણ તેમને સર્ટિફિકેટ મળતું નથી. જયારે નોકરી વાંચ્છુક યુવકોની સામે જ વચેટિયાઓ ખુલ્લેઆમ લોકોને કહે છે કે,350 રૂપિયા આપો, બધું થઈ જશે. સરકારીમાં આ પ્રકારે જાહેરમાં થતો ભ્રષ્ટાચાર કેટલી હદે યોગ્ય છે!, છતાં પણ જાણે વચેટિયાંના ખુલ્લેઆમ ગોરખધંધા સામે તંત્રે મોંઢામાં મગ ભર્યા હોય તેવી સ્થિતિ સર્જાય રહી છે.
રાજકોટના બહુમાળી ભવન ખાતે નોન-ક્રીમિલેયર સર્ટિફિકેટ મેળવવા યુવાનોની લાંબી લાઈન લાગી છે. પણ તેમાં તંત્રની લાલયાવડી સામે આવી છે. દૈનિક 200-300 યુવાનો લાઈનમાં ઉભા રહે છે છતાં પણ તેમને સર્ટિફિકેટ મળતું નથી. આ અંગે લાઈનમાં ઉભેલા નોકરી ઇચ્છુક યુવાનોએ જણાવ્યું હતું કે અહીંયા 150 જેટલા ટોકન આપવામાં આવે છે છતાં પણ એક દિવાસમાં તેમનો વારો આવતો નથી. જેના કારણે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
તો બીજી તરફ બહુમાળી વિભાગમાં બેસતા અધિકારી અને કર્મચારી દ્વારા પણ જણાવામાં આવ્યું હતું કે સર્ટિફિકેટ કઢાવવા માટે લાંબી કતારો લાગે છે. પરંતુ જો હર એક વિભાગમાં એક અલગ ડેસ્ક અલગ કરવામાં આવે તો અરજદારોને પણ હાલાકી ન પડે અને વચેટિયાઓ પણ લાભ ન લઈ શકે.
ત્યારે આજરોજ બહુમાળીમાં 200-300 જેટલી ઓફર આપી અરજદારોને પાસેથી પૈસા પડાવવામાં આવે છે. જેમાં અરજદારોને ભોગ બનતા વચેટિયાઓ સારી કમાણી કરી જતા હોવાનું પણ સામે આવ્યું છે. જેના જવાબમાં તંત્ર દ્વારા હવે બહુમાળી ભવન ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાની પણ તજવીજ હાથધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.