કોરોના કટોકટી દરમિયાન સમગ્ર વિશ્વમાં મંદી મંદિના પોકારી રહ્યા છે અને ઉદ્યોગો અને ધંધા રોજગાર ઠપ થઈ ગયા હોવાની બૂમરેંગ મચી રહી છે ત્યારે ભારતની પરિસ્થિતિ કંઇક અલગ છે તાજેતરમાં આવેલા એક સર્વેમાં ભારતના શહેરી વિસ્તારોમાં વર્ષ-૨૦૨૦ દરમિયાન બેરોજગારીનો દર ભારે કાબુમાં આવ્યો છે.
ગયા વર્ષની સરખામણીમાં ૧૩.૨ ટકા થી ઘટીને ૧૦.૩ ટકા જેટલું નીચું આવ્યો છે લોક ડાઉન અને મહામારીની આ સમસ્યામાંથી બજાર ધીરે ધીરે ઉભરી રહ્યું છે તેની સાથે સાથે રોજગારી નગરમાં પણ વધારો થયો છે અને આગામી દિવસોમાં રોજગારી નો દર નવા રેકોર્ડ સર્જે તેવું મનાઇ રહ્યું છે.
આત્મનિર્ભર ભારત સ્કીલ ઇન્ડિયા અને સ્ટાર્ટ અપ સહિતની સરકારની યોજનાઓનું સીધો લાભ રોજગારના સર્જનમાં મળી રહ્યો છે તાજેતરમાં આવેલા સર્વેમાં દરેક વર્ગ અને વય જૂથના કામદારોમાં રોજગારીનું પ્રમાણ વધ્યું છે ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં રોજગારી ૪૭.૨ ટકાથી વધીને ૪૭.૨ટકા થવા પામી છે આગામી દિવસોમાં રોજગારી નગર વધુ ઊંચો જાય તેવું માનવામાં આવી રહ્યું છે.