૩૦મી સુધી અરજી સ્વીકારાશે: ઉમેદવારોની પરીક્ષા લેવી મહાપાલિકા માટે સૌી મોટો પડકાર: ઓનલાઈન ફોર્મમાં જ્ઞાતિની વિગત પુછાતા ભારે આશ્ર્ચર્ય

રાજકોટ મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગોમાં ખાલી પડેલી જુનીયર કલાર્કની ૭૫ જગ્યા ભરવા માટે તાજેતરમાં મહાપાલિકા દ્વારા જાહેરાત આપી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. જેમાં ૭૫ જગ્યા માટે અત્યાર સુધીમાં ૨૦ હજારી પણ વધુ અરજીઓ આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. એક તરફ રાજય સરકાર દેશમાં સૌી વધુ રોજગારી ગુજરાત રાજય આપતું હોવાની ડંફાશો હાંકી રહી છે. ત્યારે જુનીયર કલાર્કની ૭૫ જગ્યા માટે ૨૦ હજારી વધુ અરજીઓ આવતા સરકારની આ ડંફાશની પોલ ખુલી ગઈ છે.

જુનીયર કલાર્કની ભરતી માટે શૈક્ષણીક લાયકાત સ્નાતક રાખવામાં આવી છે.જેની સામે પણ મહાપાલિકાના કર્મચારીઓના વિવિધ યુનિયનોએ વિરોધ નોંધાવ્યો હતો. અને રાજય સરકારના નિયમ મુજબ માટે જુનીયર કલાર્ક માટે શૈક્ષણીક લાયકાત ધો.૧૨ પાસ રાખવાની માંગણી કરવામાં આવી હતી. ૭૫ જગ્યાઓ માટે આગામી ૩૦મી મે સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે. આજ સુધીમાં ૨૦ હજારી વધુ અરજીઓ આવી ગઈ હોય. ૩૦મી સુધીમાં વધુ વિસેક હજાર અરજીઓ આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

દરમિયાન મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, જુનીયર કલાર્ક માટે અરજી કરનાર હજારો યુવાનોની ઓનલાઈન પરીક્ષા લેવી તંત્ર માટે મોટો પડકાર બની રહેશે. તાજેતરમાં મહાપાલિકામાં એવો ઠરાવ કરવામાં આવ્યો છે કે, કોઈપણ ભરતીમાં ૩૦ ટકા મહિલા અનામત રાખવામાં આવશે જેની અમલવારી જુનીયર કલાર્કની ભરતીમાં કરવામાં આવી છે. એટલે ૭૫ પૈકી ૩૦ ટકા ભરતી મહિલાઓની કરવામાં આવશે. હાલ ઉમેદવારી ફોર્મ ઓનલાઈન ભરવામાં આવી રહી છે. જેમાં મહાપાલિકા દ્વારા જ્ઞાતિની વિગતો માંગવામાં આવતી હોય. લોકોમાં ભારે આશ્ર્ચર્ય ફેલાઈ ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.