ભારતમાં રોજગારી નિર્માણ માટે જીએસટી, માઈક્રો ઈકોનોમિક પોલીસી અને માળખાકીય સુધારા મહત્વનો ભાગ ભજવશે ઈન્ટરનેશનલ મોનીટરી ફંડના પ્રવકતાનો આશાવાદ
ભારત વિશ્ર્વનો સૌથી યુવા દેશ છે. કોઈપણ દેશની સરખામણીએ સૌથી વધુ યુવાન નાગરીકો ભારતમાં વસવાટ કરી રહ્યાં છે. ત્યારે ભારત માટે બેરોજગારી સૌથી મોટો પડકાર હોવાનું ઈન્ટરનેશનલ મોનીટરી ફંડનું કહેવું છે.
ઈન્ટરનેશનલ મોનીટરી ફંડના પ્રવકતા ગેરી રાઈસે દાવો કર્યો છે કે, દેશમાં યુવાનોને રોજગારી આપવા તે સૌથી મોટો પ્રશ્ર્ન છે. બહોળી સંખ્યામાં લોકો કામની શોધ કરી રહ્યાં છે. જે તમામને નોકરી મળી રહી નથી. તાજેતરમાં સરકારે કરેલા જીએસટી સહિતના સુધારાના કારણે ઉત્પાદકતા વધશે. જેની સો રોજગારી સર્જન પણ શે તેવી ધરપત પણ ગેરી રાઈસ દ્વારા આપવામાં આવી છે. ભારતમાં યુવાનોની બહોળી સંખ્યા વિકાસ માટે પ્લસ પોઈન્ટ ગણવામાં આવે છે. જો કે, આ યુવાનોમાં બેરોજગારીનું વધેલુ પ્રમાણ ભારત માટે જે પોષતુ તે મારતુ તેવી સ્થિતિ ઉભી કરી રહ્યું છે. દેશના યુવાનો બેરોજગાર હોય ત્યારે વિકાસની ગાડી ઝડપી દોડી શકે નહીં તે સનાતન સત્ય છે. રાઈસે કહ્યું છે કે, માઈક્રો ઈકોનોમી પોલીસી, માળખાકીય સુધારા અને લેબર માર્કેટમાં ફેરફારના કારણે ભારતમાં લાંબાગાળાનો વિકાસ શે. ઉપરાંત રોજગારીનું નિર્માણ પણ વધશે.