- રાહુલબાબા ફરવા ગુજરાત આવીને ૩૦ લાખ બેરોજગાર કહી જાય છે, પણ આ આંકડો ક્યાંથી લાવ્યા તેની સ્પષ્ટતા કેમ નથી કરતા?
- ૨૦૧૭ની ચૂંટણી બાદ કોંગ્રેસના બેરોજગારીની ફોજમાં ૧૫૧નો વધારો થશે
- કોંગ્રેસે તેના બેરોજગારો માટે રોજગારી આપવા કંઇક વિચારવું જોઈએ
૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ પાસે જયારે કોઈ જ મુદ્દાઓ નથી રહ્યાં કારણ કે તેના શાસનના ૬૦ વર્ષોમાં કોઈ જ એવા કામો કર્યા નથી કે ચૂંટણી સમયે તે મુદ્દા પર લોકો પાસે મત માંગાવા જઈ શકે ત્યારે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ જુઠ્ઠો પ્રચાર કરી રહી છે કે ગુજરાતમાં બેરોજગારીની ફોજ છે પરંતુ હકીકતમા ગુજરાતમા નહિં પરંતુ કોંગ્રેસ પક્ષમાંજ બેરોજગારોની ફોજ છે અને હજુ ૨૦૧૭ ની ચૂંટણી બાદ કોંગ્રેસના બેરોજગારોમાં ૧૫૧નો વધારો થવાનો છે તેવુ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રવક્તા શ્રી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું.શ્રી રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવેલ કે રાહુલબાબા આ ચૂંટણી વખતે ગુજરાતમાં નિરંતર પ્રવાસ કરી રહ્યા છે ત્યારે લોકો સમક્ષ ગુજરાતનું અપમાન કરતી વાત ગુજરાતમાં ૩૦ લાખ બેરોજગારો છે તેવા બણગા ફૂંકી રહ્યા છે ત્યારે રાહુલબાબાને પ્રશ્ન કરવો રહ્યો કે આપ ક્યાં આધારે આ આકડાઓ કહી રહ્યા છો? વાત્સવમાં જે બેરોજગારો છે તેપણ તેમના શાસનને પરીણામે જ છે.ગુજરાતમાં જ્યારથી ભાજપની સરકારે સત્તાના સુકાન સાંભળ્યા છે ત્યારથી નિરંતરમેગા રોજગાર મેળા દ્વારા લાખો યુવકોને રોજગારી આપી છે અને તે કેન્દ્રની કોંગ્રેસ સરકાર જ છેલ્લા ૧૦ વર્ષ થી જાહેર કરી રહી છે. લોકો શિક્ષિત બને અને રોજગાર અહીંયા જ પ્રાપ્ત કરે તે માટે શિક્ષા અને ઉદ્યોગોના નવા વિકલ્પો ઉભા કર્યાં છે.પ્રવક્તા શ્રી રાજુભાઈએ વધુમાં જણાવેલ કે, આજે સરકારી નોકરીમાં પારદર્શિતા લાવ્યા હોઈ અને વિપુલ તકો ઉભી કરી હોઈ આજે ખાનગી ક્ષેત્રમાં પણ નોકરી કરતાં યુવકો અને રોજમદારો સરકારી નોકરી મેળવવા પોતાનું નામ નોંધાવી રહ્યા છે.ગુજરાતમાં જ્યારથી ભાજપાએ શાસનની ધુરા સાંભળી છે ત્યારથી સરપંચની ચૂંટણી હોય કે તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત કે ધારાસભા હોય કે કોઈ પણ ચૂંટણી હોય કોંગ્રેસના ઉમેદવારો હારી જ રહ્યા છે અને પક્ષની બેરોજગારીમાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે અને આ વખતની ચૂંટણી બાદ તેની બેરોજગારીમાં ૧૫૧નો ચોક્કસ પણે વધારો થવાનો છે. શ્રી રાજુભાઈ ધ્રુવે અંતમાં જણાંવેલકે ભાજપની સરકાર યુવાનો અને શ્રમિકોને સહી હાથકો સહી કામની ફોર્મ્યુલાથી ગુજરાતને રોજગારી આપી રહી છે ત્યારે રોબર્ટ વાડ્રા અને કાર્તિક ચિદમ્બરમના કૌભાંડી સામ્રાજ્યમાં કોંગ્રેસના બેરોજગારોને રોજગારી આપવી જોઈએ.