નિર્દોષ ગર્ભવતી હાથણીના મૃત્યુ માટે કોણ જવાબદાર?
ભારતદ દેશમાં સૌથી વધુ સાકાર શિક્ષિત રાજય કેરળ છે. શિક્ષિત રાજયમાં આવી ઘટનાઓ બને તો વિચાર આવે કે, આવું શિક્ષિણ શું કામનું જે માનવ હોય ને સંવેદના વિહીન બનાવી દે છે! એક ખૂબ કરૂણાસભર ઘટના બની ગઇ એક સગર્ભા હાથણીને અનાનસમાં બોંબ ખવડાવવામાં આવ્યો. કેરણ જેવા શિક્ષિત રાજયમાં ગર્ભવતી હાથણી ખોરાકની શોધમાં મલ્લપૂરમની શેરીમાં નીકળી તેને અનાનસ આપવામાં આવ્યું. હાથણીને ખબર ન હતી કે તે અનાનસ ફટાકડારૂપી બોમ્બથી ભરેલ છે. તેવો માણસ જાત પર વિશ્ર્વાસ કરી ખાઇ લે છે. તેનાં મોંમાં બોમ્બ ફૂટે છે. તેના જડબાને જીભને, મોંને ગંભીર ઇજાઓ થાય છે. હવે તે કંઇ ખાઇ શકે તેવી હાલતમાં નથી, લાચાર છે, ભૂખી છે, ગર્ભવતી છે, તેણે તેના ગર્ભમાં રહેલા જીવની પણ સંભાળ લેવાની છે.
ઇજાગ્રસ્ત હાથણી ભૂખ અને તે વેદનાથી પીડાતી શેરીઓમાં રઝળપાટ કરે છે. આ પછી પણ તે કોઇ મનુષ્યને નુકશાન કરતી નથી. કોઇનાં ઘરને નુકસાન કરતી નથી. પાણીની શોધમા તે નદી પર પહોંચી ગઇ મોં માં લાગેલી આગને આ રીતે બુઝાવી. વન વિભાગને આ ઘટનાની જાણ થઇ હાથણીને પાણીની બહાર કાઢવા પ્રયાસો કરાયા પણ હાથણીનો અંત આવી ગયો. નદીમાં થોડા કલાકો ઊભા રહ્યા પછી તે મરી જાય છે.
સોશ્યિલ મીડીયા પર આ વિશે ખૂબ લખાયું શિક્ષિત લોકોની બધી માનવતા શું દ્રડી ફકત માણસ માટે જ છે? કદાચ માનવ માટે પણ નથી રહી.
માનવ જાતીમાં સગર્ભા સ્ત્રીની હત્યા કોઇ નવી વાત નથી. આ શિક્ષિત લોકો કરતા તો એવા આદિવાસીઓ અશિક્ષિત અભણ લોકો સારા જેવી જંગલ બચાવવા પોતાનું જીવન આપે છે અને જાણે છે કે જંગલને જંગલનાં પ્રાણીઓને કેમ પ્રેમ કરવો. આપણે બધા જાણીએ છીએ કે તેઓ પ્રાણીઓને કેમ પ્રેમ કરે છે.
ભારતમાં હાથીઓની કુલ સંખ્યા ૨૦,૦૦૦થી ૨૫૦૦૦ વચ્ચે છે. પ્રાચીન સમયમાં રાજાઓની સંપતિ સમુધ્ધિનુ પ્રતિક હાથી માનવામાં આવતુ હતું. આજે આ પ્રજાતિ પોતાનાં અસ્તિત્વ ટકાવવાની લડત લડી રહી છે. સમજદારીમાં મેમરીમાં, ભોળપણમાં આવે છે. આ શાકાહારી પ્રાણી, કોરોનાનાં કાળમાં જાણ્યુ કે, માનવી જો ઘરમાં રહે તો પ્રકૃતિ શુધ્ધ થાય. પ્રકૃતિનાં શોષણમાં માણસ સીમાને પાર કરી ચુકયો છે. હજુએ માં એ સમજ કે જ્ઞાન નથી આવ્યુ ને વધુ કુરતા આચરતો જાય છે. આ પુથ્વી પર સૌથી સ્વાર્થી અને ફૂર પ્રાણી માનવી છે.
આઆ ગર્ભવતી હાથણીની હત્યા કોઇ માટે માત્ર મનોરંજન હતુ. તો કેટલાકનાં મનમાં આજે ધુણાસ્પદ ઘટનાને વખોળવાનું કારણ ગર્ભમાં જ બાળકનું મૃત્યુ કે હત્યા. સ્ત્રીનાં ગર્ભાશયમાં પણ ભૃણ હત્યા થતી જ રહે છે આજ એક હાથણીનાં ગર્ભાશયમાં બાળમૃત્યું થયું છે.
આવા શિક્ષિત અને એ રાજય જેને ગોડ્સ ઓવન કન્ટ્રી કહે છે. તેમને નિદોર્ષોને મારી નાખવાની ઇચ્છા થવા લાગી છે! શુ કરીશું? આ ઘટના કરૂણાસભર છે.