કાંગારુ સાતમી વખત ટી20 મહિલા વિશ્વ કપના ફાઇનલમાં પ્રવેશ્યું !!!
મહિલા ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો ઓસ્ટ્રેલિયા સામે 5 રને પરાજય થયો છે. આ સાથે જ વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું સપનું રોળાઇ ગયું છે. ભારતીય ટીમની હાર પાછળનું જો કોઈ મુખ્ય કારણ હોય તો તે એ છે કે ભારતીય ટીમ એ ગેરસિસ ભરેલી બોલિંગ કરી હતી જ્યાં ઓસ્ટ્રેલિયાની ટીમને 150 માં જ સીમિત રાખવી જોઈએ તેમાં ભારતીય ટીમ પુત્રી હતી અને 170 રનથી પણ વધુનો લક્ષ્ય હાંસલ કર્યો હતો? તો બીજી તરફ ફિલ્ડિંગમાં પણ ભારતીય ટીમ એ અનેક કેચ મૂક્યા હતા.
બીજી તરફ જે રીતે બેટિંગ થવી જોઈએ તે બેટિંગ પણ થઈ શકી નથી અને ઓપનર ખુબ સસ્તામાં આઉટ થઈ ગયા હતા. પરંતુ જે રીતે જેમીમાં રોડરીગ્સ અને હરમનપ્રીત કોરે ભારતીય બેટિંગ ને સંતુલન આપ્યું હતું ત્યારે એક સમય એવું સ્થિતિ ઉદ્ભવિત થઈ હતી કે ભારત ઓસ્ટ્રેલિયાને સરળતાથી માતા આપી ફાઇનલમાં પ્રવેશે છે પરંતુ જેમીમાં બાદ જે રીતે હર્મન પ્રીત રન આઉટ થઈ તે બાદ ભારતીય ટીમની હાર નિશ્ચિત થઈ ગઈ હતી. ટી20 વિશ્વ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સતત સાતમી વખત ફાઇનલમાં પ્રવેશ્યું છે.
ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 172 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતની મહિલા ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 167 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌરે સૌથી વધારે 52 રન બનાવ્યા હતા. આ સિવાય જેમીન રોડ્રીગ્સે 24 બોલમાં 43 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની એશ્લે ગાર્ડનર પ્લેયર ઓફ ધ મેચ જાહેર થઇ હતી. તેણે 18 બોલમાં 31 રન બનાવ્યા હતા અને પછી 4 ઓવરમાં 37 રન આપી 2 વિકેટ ઝડપી હતી.
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતની શરૂઆત ખરાબ રહી હતી. શેફાલી વર્મા 9, સ્મૃતિ મંધાના 2 અને યસ્તિકા ભાટીયા 4 સસ્તામાં આઉટ થતા ભારતે 28 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રોડ્રિગ્સ અને હરમનપ્રીત કૌરે 69 રનની ભાગીદારી કરી જીતની આશા ઉભી કરી હતી. રોડ્રિગ્સ 24 બોલમાં 43 રન બનાવી આઉટ થઇ હતી. આ પછી હરમનપ્રીત કૌર 34 બોલમાં 52 રન બનાવી રન આઉટ થતા ભારતને મોટો ફટકો પડ્યો હતો. હરમનપ્રીતનું રન આઉટ થવું ભારે પડ્યું હતું.