સુરત: કપરાડામાં મહિલા જાગૃતિ શિબિર યોજાઈ, મહિલાઓને લગતી schemes અને કાયદાની સમજ અપાઈ. પુખ્ત વયની માતાઓને વ્હાલી દીકરી schemesનો લાભ લેવા લગ્ન નોંધણી કરાવવા જણાવાયું. ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. ગાંધીનગર અને વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલા જાગૃતિ શિબિરનું આયોજન કપરાડાના કોમ્યુનિટી હૉલ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ મહિલાઓને સરકારની વિવિધ મહિલાલક્ષી schemesઓ વિશે જણાવી વધુમાં વધુ મહિલાઓ મહિલા સ્વાવલંબન schemesનો લાભ લઈ પોતાનો વ્યવસાય કરી પગભર થાય અને ગૃહઉદ્યોગ કરી પોતાનું જીવન સરળતાથી જીવી શકે એ માટે જણાવ્યું હતું.
કપરાડાના તાલુકા પંચાયતના પ્રમુખ હીરા માહલા દ્વારા “મહિલા ઉત્કર્ષ schemes” અને “નમો લક્ષ્મી schemes” વિશે વિગતવાર જણાવી માતાપિતાએ દીકરા દિકરીઓ બાળલગ્ન ન કરે એની કાળજી લેવા જણાવ્યું હતું. કપરાડાના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.એસ.પટેલ દ્વારા ઈમરજન્સી નંબર 100 તેમજ મહિલા હેલ્પલાઇન 181 તેમજ POCSO એક્ટ વિશે જણાવ્યું હતું. કપરાડાના તાલુકા હેલ્થ ઓફિસર મહેશ પટેલ દ્વારા આરોગ્યને લગતી schemes “પ્રધાનમંત્રી જન આરોગ્ય schemes” અને “નમો શ્રી schemes” વિશે માહિતી આપી વધુમાં વધુ લાભ મેળવવા જણાવ્યું હતું. રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટના ડાયરેકટર અમિત ચૌધરી દ્વારા RSETI(Rural Self Employment Training Institutes) વિશે માહિતી આપવામાં આવી હતી. કપરાડાના મુખ્ય સેવિકા ટિંકલ વિરાણી દ્વારા આઈ.સી.ડી.એસ. વિભાગની schemesઓ વિશે માહિતી આપી હતી.
વલસાડ બેંક ઓફ બરોડાના ફાઇનાન્સિયલ લીટ્રેસી કાઉન્સેલર સગુના પટેલ દ્વારા ફાઇનાન્સિયલ લીટ્રેસી અને સખી મંડળ વિશે માહિતી આપવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્વેતા દેસાઈ દ્વારા ગંગાસ્વરૂપા આર્થિક સહાય schemes, ગંગાસ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય schemes તેમજ વ્હાલી દિકરી schemes વિશે વિગતવાર માહિતી આપવામાં આવી અને નાની વયે બાળલગ્ન કરવાથી થતી માતાઓ અને બાળકને થતી સમસ્યાઓ વિગતવાર જણાવી હતી. વધુમાં જે લોકો પુખ્ત વયે લગ્ન કરે છે તેઓએ લગ્ન સર્ટિફિકેટ કઢાવી વધુમાં વધુ વ્હાલી દિકરી schemesનો લાભ લઈ શકે એવુ જણાવ્યું હતું. દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી કમલેશ ગિરાસે દ્વારા મહિલા સ્વાવલંબન schemes અને મહિલા અને બાળ અધિકારીની માહિતી આપવામાં આવી ત્યારબાદ વ્હાલી દીકરી schemesના લાભાર્થીઓને મંજૂરી હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કપરાડા તાલુકા કોર્ટના કર્મચારીઓ, ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના સ્ટાફ, સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફ અને પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર કપરાડાના સ્ટાફ, કપરાડા તાલુકાના ગામની મહિલાઓ હાજર રહી હતી.