કેટલાક કહે છે કે: ‘ઘરકી મુરઘી દાલ બરાબર’ તેમ ઘણી ચીજો બહુ લાભદાયક હોવા છતા ઓછી આદરપાત્ર થઇ છે અને તેમાંની એક ‘નજર ઉતારવમાં રાઇમીઠા પણ છે.
‘નજર ઉતારવાનાં રાઇમીઠાં નું નામ વાંચીને હું નથી ધારતો કે કોઇ પણ વાચક હસ્યા વગર આગળ વધે, પણ ઉપકાર માનોએ જર્મન-અંગ્રેજની મોરીમસ લડાઇનો કે મા દીકરાની જૂની તકરારો બંધ થઇ થઇ અમારા ઘરમાં શાંતિનું સામ્રજય ફેલાયું.
નજર ઉતારવામાં રાઇ અને મીઠુ બે ચીજ વપરાય છે. ભલી દુવાના અદસ્ય ગુણો તો શ્રેષ્ઠ કોરીવાળા અને ઉડા અભ્યાસીઓ જ જાણે, પણ મારે તો રાઇમીઠા અગ્નિમાં નાખવાના ગુણદોષ જોવા છે. લડાઇમાં આ બન્ને ચીજોની ગેસ વપરાઇ છે, એ જાણીને બધાને અજાયબી લામશે રાઇની અને મીઠાની ધૂણીના સીલીં ડરો-લોખંડના નળાને નળા ભરીને જમનોએ વાપર્યો છે.
શત્રુની હિંસા કર્યા વગર તેના પર વિજય મેળવવાનું સંમાહોનાસ્ત્ર કાલિદાસે જણાવ્યું છે, તે આ રાઇમીઠાની ધુમાડી તો નહી હોય?
રાઇમીઠાની ધૂમાડીના નળા જર્મનોએ અંગ્રેજો વગેરે રાજયો પર ઠાલવ્યા, તે કંઇ નજર ઉતારવા માટે નહિ પણ નજર બાંધવા માટે તેમને બેહોરા કરવા માટે, અને વધુ પ્રમાણમાં જેને લાગે તેને શારીરિક નુકસાન કરવા માટે જ પણ આપણને એના નાના પ્રમાણના ગ્રુણોની માહિતી ઘણી ઉપયોગી છે અને તે ડોકટરોએ ભેગી કરી રાખી છે એટલું જ નહિ પણ ચિકિત્સામાંએ માહિતીનો ઘણો ઉપયોગ હવે કરવામાં આવે છે.
મીઠા પૂજારી આપણા લવણાંનદજી મહારાજ જે મીઠા પાછળ સાધુ બન્યા છે, તેઓએ પણ કેદી મીઠાનો આટલો સારો ઉપયોગ બતાવ્યો નથી, કે જેટલો ઘરે ઘરે ડોસીઓ જાણે છે!! મીઠું બાળવાથી કલોરીન ગેસ છૂટી પડી હવામાં મળ. છે. એજ હવા શ્ર્વાસમાં લેવાય છે. મનુષ્ય માત્રના ગળામાં સૌથી વધુ જાતના રોગના જંતુઓ હોય છે એ જાણીતું છે અને હવા ત્યાં થઇનેજ અંદર જાય છે. જો એમાં કલોરીનનો અંશ (ધણોજ થોડો) હોય તો તે ગળામાંના રોગનાં જંતુઓને મારી નાખી આપણને તંદુરસ્ત રહેવામાં મદદ કરે છે. મીઠાની ધૂમ્ાડી ઇન્ફલ્યુએન્ઝાની તો એક ઉતમમાં ઉતમ દવા છે અને મુંબઇના એકઉમોતમ રસાયનવિજ્ઞાનશાસ્ત્રી સ્વ. પ્રો. ટી.કે. ગજજરે ‘ટરકલોરાઇટ’ની મેળવણી ઇન્ફલ્યુએન્ઝાની રામબાપ દવા તરીકે એક કંપનીને વેચી તેનો માત્ર નુસ્ખો આપવાના પચાસહજાર રૂપિયા લીધા હતા. લડાઇ દરમિયાન પણ જે મને પચીસેક વર્ષ પરની એક વાત યાદ આવે છે, તે પણ આની પુષ્ટિમાં ઉપયોગી છે. મુંબઇમાં ગોપાળદાસ તેજપાલ હાઇસ્કૂલથી કાલકાદેવી તરફ જતાં અધવચમાં એક દવાખાનું ડો. જગ મોહનદાસ છબીલદાસ હતું. અમારા એક સબંધીને પ્લેગ થયો ત્યારે તેમની દવા કરવા માંડેલી.
તેમણે અમને એક ધૂપ ચાલુ રાખવાનું કહ્યું હતુ. તેમાં હું ભૂલતો ન હોઉ તો નીચે પ્રમાણેની ચીજો હતી.
હીરાકસી ૧ શેર, નવસાર ૨ શેર, સાધારણ મીઠું ૩ શેર, ભેગું વાટી જાડા કપડા પર પાથરી તવા પર મૂકી તેવા સઘડી પર ચઢાવી દેવો એટલે એમાંથી ધૂણી નીકળ્યા કરીને હવા શુધ્ધ થાય. આ ધૂપ બળી રહે પછી જે લાલશ પડતી રાખ રહી જાય તેને પાણી સાથે મેળવી ગાંઠ પર ચોપડવી.