જયાં વિદ્યા વેચાતી હોય તે દેશમાં શિક્ષક-દિન ‘મનાવવાનું કેવળ પોકળ લેખાશે ! કોઈ પણ દેશ માટે ધનવાન બનતાં પહેલા વિદ્યાવાન બનવાનું અનિવાર્ય બને છે: ગરીબાઈને મીટાવવાની એક સર્વ પ્રથમ જરત વિદ્યા છે: કોરોના વાયરસનું વિદ્યાકરણ જેટલું જલ્દી થશે એટલી વહેલી માનવ જાતની સિધ્ધિ લેખાશે
આપણા દેશમાં આપણે ‘શિક્ષક-દિન’ મનાવીએ છીએ. આપણા સર્વોચ્ચ સાક્ષર તરીકે સન્માનીત કરાયેલા આપણા દેશના સર્વપ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાક્રિશ્ર્નન સન્માનવામાં આપણે શિક્ષક-દિન મનાવીએ છીએ.
હવે શિક્ષણનું અને ‘નોલેજ-જ્ઞાન ભંડારનું અવમૂલ્યન થયું હોવાનો ખ્યાલ ઉપસે છે, અને આપણા શિક્ષણશાસ્ત્રીઓ કેળવણીકારોમાં એવી ટકોર થવા લાગી છે કે, વિદ્યા એ વેચવાની નહિ પણ વહેંચવાની ચીજ છે. અને એમ દર્શાવતા પાટિયા દેશની બધી જ સ્કૂલો પર લગાવી દેવા ઘટે છે.
આપણો દેશ આઝાદ થયો એને ૭૨ વર્ષ થયા, ને ઘણી બધી ચૂંટણીઓ આવી તોય આ દેશની ઘરતીનો શો દી’ વળ્યો છે? પૂણ્ય કરતાં પાપ વધી ગયા, ગોલાઓ રાજા થઈ ગયા, પાપીઓ પ્રધાન બની ગયા… હે પ્રભુ ! હવે પછી મનુષ્ય અવતાર ન જ આપજો, એવી પ્રાર્થના કરવાનો વખત આવે તેવી હાલતથી અમને દૂર રાખજો!
માનવ માત્ર માટે સહન શકિતની મર્યાદા હાય છે. એવું કહેવાય છેકે, ગરીબાઈ જેવી બેરહમ મશ્કરી કોઈ કરતું નથી. આપણા દેશમાં સવા અબજ લોકોની કુલ વસ્તી છે. તેમાંથી ૬૫ કરોડ લોકો કારમી ગરીબાઈમાં રીબાતાં રહ્યા છે. એમની કંગાલિયતે હદ વટાવી દીધી છે. એમની શોષણખોરીએ આ દેશના આમ આદમીઓને અર્ધ ભૂખ્યા રાખ્યા હોવાની અને અર્ધવસ્ત્રો વચ્ચે લાજ-આબને ઢાંકવાનાં ફાંફો મારવાની સ્થિતિમાં મૂકયા છે !
આ દેશમાં મૂઠ્ઠીભર ધનવાનો છે, ને જે નિર્ધન છે તે બધા એમનો બોજો તાણે છે.
આપણા દેશમાં સૌથી વધુમાં વધુ દુરાચાર તથા મતિભ્રષ્ટતા રાજકીય ક્ષેત્રમાં હોવાનું હવે કોઈથી અજાણ્યું રહ્યું નથી.
આપણા સુકાનીઓ હવે એવો એકરાર કરી ચૂકયા છે કે, ભ્રષ્ટાચાર સામેના યુધ્ધમાં તેઓ હારી ગયા છે. ભેળસેળનાં અનિષ્ટ સામેના યુધ્ધમાં પણ તેઓ પરાજિત થયા છે. બળાત્કારના પાપાચાર તેમજ હેવાનિયતને મ્હાત કરવામાં આપણા રાજપુષો તેમજ રાજકર્તાઓનાં હાથ હેઠા પડયા છે. આપણા દેશની સંસ્કૃતિને તેમણે છિન્નવિભિન્ન કરી છે. અને આપણા સંસ્કાર તથા આપણી સભ્યતાને તેમણે તુચ્છ ગણ્યા કરીને જેને આપણે મહત્વનું ગણીએ એવું કશું જ બાકી રહેવા દીધું નથી!
માત્ર પરમાત્મા સર્વો પરી છે. એક મેવાદિતીયમ્ એક સત્ વિધા બહુધા વદાન્તિ.
પ્રત્યેક માણસોને આરોગ્ય, આબાદી અને સુખશાંતિની ગરજ છે. ધર્મનાવિવાદોથી એ કંઈ મળવાના નથી પણ સહકાર, સમભાવ અને પરસ્પરનાં પ્રેમભાવથી જ મેળવી શકાય છે. ઔષધો, ઉપચારો અને આજીવિકાનાં સાધનોમાં કોઈ ધર્મભેદઆવી શકતો નથી.
તેમની ઉન્નતિ ઈચ્છતા દરેક નાગરીક વડીલે તેમની પ્રત્યેના કર્તવ્યને ધર્મકૃત્ય માની સજાગ બનવું જોઈએ જયાં જયાં બાળક વિદ્યાર્થીની મૂળ શકિતનું રૂધન થતં હોય જયાં તેને અન્યાય થતો હોય તેના જીવીનનો આનંદ અને ઉત્સાહ લૂંટાઈ જતો હોય ત્યાં તેની સાથે દેવદૂત બની ઉપર જણાવેલા ઉપચારોમાંથક્ષ જે જેટલા શકય હોય તેથી તેને પૂર્ણ સહાનૂભુતિ પૂર્વક સહાય અને સગવડ આપવાનો સ્વાભાવિક ધર્મ દરેક જણનો છે.તે રીતે જ કેળવણીના પ્રયાસોમાં સમાજને અને રાજયને તેનં ભાવિ, ઉજજવળ નિશ્ર્ચિત સુખમય કરવાની સાચી પ્રવૃત્તિ સમજાશે.
બાકી તો, બદલાતા યુગ સાથે આપણા વિદ્યાલયોને આંગણે આવા લખાણ વહેલામાં વહેલી તકે અંકિત થઈ જવા ઘટે કે, વિદ્યા વેચવાની ચીજ નથી વહેચવાની ચીજ છે.
બીજુ વિદ્યાલયોની માંગલ્યભીની પ્રાર્થનામાં પરમકૃપાળુ પરમાત્માને એવી આજીજી પણ કરીએ કે આ ચોમાસાનો વરસાદ મબલખ પાકની સાથે જરૂરિયાત અનુસાર કેટલાક વૈષ્ણવજનો પણ કેદા કરી આપે !