જામ્યુકોની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ.1.70 કરોડનું ખર્ચ દર્શાવતી દરખાસ્ત મંજુર
જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં ભૂગર્ભ ગટર, વીજપોલ, લાઇટ સહિતના કામ માટે રૂા.170 લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો.
મનપાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વોર્ડ નં.10, 11, 12માં સ્ટ્રેન્ધનીંગ ઓફ અપગ્રેડેશન ઓફ ગટર વર્કસના કામ માટે વાર્ષિક રૂા.20 લાખ, વોર્ડ.નં.8, 15 અને 16માં સી.સી.રોડ અને બ્લોકના કામ સાથે ભૂગર્ભ ગટરના કામ માટે વધારાના રૂા.38.59 લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. વોર્ડ નં.1, 6, 7, 10, 11, 12, 8, 15, 16, 2, 3, 4, 5, 9, 13, 14 માં સ્ટ્રેન્ધનીંગ અને અપગ્રેડેશન ઓફ પબ્લિક ટોયલેટના કામ માટે વાર્ષિક રૂા.5 લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો.
વોર્ડ.નં.1, 6, 7માં ટ્રાફિક વર્કસના કામ માટે રૂા.4 લાખ, વોર્ડ નં.2, 3, 4મા: 4 લાખ, વોર્ડ.નં.10, 11, 12માં રૂા.4 લાખનું ખર્ચ મંજૂર કરાયું હતું. પોલ ઇરેકશન, પોલ શિફટીંગ તથા સેન્ટ્રલ લાઇટીંગ બ્રેકેટ સપ્લાય વગર આનુસંગિક કામ માટે વાર્ષિક રૂા.8.20 લાખ, ભૂગર્ભ ગટર શાખા માટે રિક્ષા માઉન્ટેડ જેટીંગ મશીનની ડિઝાઇન, ફેબ્રીકેશન, સપ્લાય ટેસ્ટીંગ એન્ડ કમિશનીંગ માટે રૂા.10.20 લાખ, ભૂગર્ભ ગટર શાખા માટે 4000 લીટર ક્ષમતાનું જેટીંગ મશીન, ડિઝાઇન, ફેબ્રીકેશન-સપ્લાય ટેસ્ટીંગ અને કમિશનીંગ કામ માટે રૂા.56.30 લાખનું ખર્ચ મંજૂર થયું હતું. અધ્યક્ષસ્થાનેથી રજૂ થયેલી દરખાસ્ત અન્વયે મોક્ષ ફાઉન્ડેશનને કોરોનાથી મૃત્યું પામતા લોકોના મૃતદેહના નિકાલ કોવિડ ગાઇડલાઇન મુજબ કરવા માટે પ્રતિમાસ 4 કામદાર માટે રૂા.40000 લેખે 3 મહિનાના રૂા.1.20 લાખ આપવા નિર્ણય લેવાયો હતો.