મહાપાલિકાના પદાધિકારીઓનો આભાર માનતા જયાબેન ડાંગર-હરિ વાલા ડાંગર

અમૃતમ યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકાના રૂ.૧૩૦ કરોડના ડ્રેનેજના પ્રોજેક્ટને જી.યુ.ડી.એમ.ની મંજૂરી મળતા હાઉસ કનેક્શન તા વોર્ડ નં.૧૩માં પુનીતનગરના પાણીના ટાંકાની સામે વિશાળ જગ્યામાં પમ્પીંગ સ્ટેશનનું પ્લાન્ટ વિગેરે કામ માટે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન જી.યુ.ડી.એમ. ગાંધીનગર દ્વારા અમૃત યોજના હેઠળ આશરે કરોડોના તેવા સુએઝ પ્રોજેક્ટને મંજૂરી આપી હોવાી રાજકોટના મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, ચેરમેન સ્ટેન્ડીંગ કમિટી ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીનો વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર તા હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ ક્લીયરન્સ કમિટી ચેરમેન જયાબેન હરિભાઈ ડાંગર તા પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગરે આભાર માન્યો હતો.વોર્ડ નં.૧૩ના નવા ભળેલા વિસ્તારો જેવા કે ચામુંડાનગર, ખોડીયાલનગર, ખોડીયાલપરા, તિરુપતિ ઇન્ડસ્ટ્રીયલ, મારુતી ઇન્ડસ્ટ્રીયલ, વિશ્વકર્મા સોસાયટી, પટેલ ક્ધયા છાત્રાલયની પાછળનો ભાગ, તેમજ ગીતાનગર સોસાયટીની પાછળનો ભાગ જેવા અલગ અલગ વિસ્તારોમાં ભૂગર્ભ લાઈનો મંજુર તા લોકોમાં હર્ષની લાગણી પ્રસરી છે.

તેમજ વોર્ડ નં.૧૩માં કરોડો રૂપિયાના ખર્ચે પુનીતનગર પાણીના ટાંકાની સામે પમ્પીંગ સ્ટેશન પણ આકાર પામશે. રાજકોટ મહાનગરપાલિકામાં મંજુર યેલ આ પ્રોજેક્ટમાં કુલ ખર્ચમાં કેન્દ્ર સરકારશ્રી તરફી ૩૩%, ગુજરાત સરકારશ્રી તરફી ૩૭% અને રાજકોટ મહાનગરપાલિકા તરફી ૩૦% ખર્ચ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.