કાલાવડ રોડ પર આવેલા મહિલા કોલેજ અન્ડર બ્રીજ અકસ્માત ઝોન બની ગયો છે. બાઇક ચાલક થોડી પણ બેદરકારી દાખવે એટલે સ્લીપ થઇ સારવાર માટે હોસ્પિટલમાં પહોચવું પડે છે. આજે બપોરે એક્ટિવા ચાલક સ્લીપ થતા 50 ફુટ જેટલો ફંગોળાતા માથામાં ગંભીર ઇજા થઇ હતી. ઘવાયેલા યુવાનને સારવાર માટે 108ને જાણ કરી હોસ્પિટલ પહોચતો કરવાના બદલે એકઠા થયેલા ટોળાએ પોતાના મોબાઇલમાં ફોટા પાડી વાયરલ કરી માનવ જીંદગી બચાવવાના પ્રયાસો કર્યા ન હતા.કાલાવડ રોડ પરથી કિશાનપરા તરફ જઇ રહેલા જી.જે.3કેક્યુ. 4205 નંબરના એક્ટિવા ચાલક અન્ડર બ્રીજ પાસ કરી લીધા બાદ એકાએક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતના કારણે એક્ટિવા ઢસડાઇને દુર પહોચી ગયુ હતુ જ્યારે એક્ટિવા ચાલક માથામાં ગંભીર ઇજા સાથે પડયો હતો. થોડા દિવસો પૂર્વે એક યુવાનનું બાઇક સ્લીપ થતા તેનું મોત નીપજ્યું હતું. સદનશીબે પાછળ મોટુ વાહન આવતુ હોત તો જીવલેણ અકસ્માત સર્જાય તેમ હોવા છતાં એકઠાં થયેલા ટોળાએ પોતાના મોબાઇલમાં વીડિયો શૂંટીગ અને ફોટા પાડી વાયરલ કરી રહ્યા હતા. જો કે આ સમયે જ એ ડિવિઝન પોલીસ મથકના રિષભભાઇ વ્યાસે 108ને જાણ કરી યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યા તેની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે.
યુવકનો જીવ બચાવવામાં પોલીસમેન બન્યો નિમિત
યુવાનનો જીવ બચાવનાર પોલીસમેન રિષભભાઈ વ્યાસે ’અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે,તાલુકા પોલીસ સ્ટેશન થી ટપાલ આપી એ ડિવિઝન પર ફરજ બજાવા જતો હતો ત્યારે કાલાવડ રોડ અંડર બ્રિજ પર એક એક્ટિવા ચાલક વ્યક્તિ કિસાનપરા ચોક તરફ જતો હતો ત્યારે પાછળથી અન્ય એક ઝમોટો ડિલિવરીવાળા બાઇક ચાલક દ્વારા ઠોકર લાગતા એક્ટિવા ચાલક વ્યક્તિ રોડ પર પડી ગયો અને તેના માથા પર જોરદાર નું લાગ્યું અને લોહી નું વહન શરૂ થઈ ગયું હતું ત્યારે આ ઘટના મારી નજર સમક્ષ બનતા માનવતાની દ્રષ્ટિએ 108ને ફોન કરી તાત્કાલિક એક્ટિવા ચાલકને હોસ્પિટલ ખાતે રવાના કર્યો હતો