TDS કે TCS નાણાકીય વર્ષમાં રૂ.25,000 કે તેથી વધુ હોય તો રિટર્ન ફરજિયાત ફાઇલ કરવાનું રહેશે
સરકારે હવે કોઈ વ્યક્તિ માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાનું ફરજિયાત બનાવ્યું છે જો નાણાકીય વર્ષ દરમિયાન તેનો કુલ ટી.ડી.એસ. કે ટી.સી.એસ. રૂ. 25,000 કે તેથી વધુ હોય તો પણ વ્યક્તિની આવક મૂળભૂત મુક્તિ મર્યાદાથી ઓછી હોય તો પણ રીટર્ન ફાઈલ કરવું પડશે.
વરિષ્ઠ નાગરિકોના કિસ્સામાં આ નિયમ લાગુ થશે જો વ્યક્તિનો એકંદર ટી.ડી.એસ. કે ટી.સી.એસ. વર્ષમાં રૂ. 50,000 કે તેથી વધુ હોય તો રીટર્ન ભરવું ફરજિયાત રહેશે.
આ સંજોગો માં રીટર્ન ફરજિયાત
- સેવિંગ ખાતામાં નાણાંકીય વર્ષમાં રૂ. 50 લાખ કે તેથી વધુ જમા હોય તો
- કરંટ એકાઉન્ટ માં એક કરોડથી વધારે ડિપોઝિટ થાય ત્યારે
- ફોરેન ટ્રાવેલ ખર્ચ બે લાખથી વધુ થાય ત્યારે
- એક લાખથી વધુ ઈલેક્ટ્રીક સીટીનો વપરાશ હોય ત્યારે
- ગત વર્ષમાં કુલ વેચાણ 60 લાખથી વધુ થાય ત્યારે
- પ્રોફેશનલની ડિડક્શન બાદ પેહેલાની આવક દસ લાખથી વધુ હોય ત્યારે
ઇન્કમટેક્સના સર્ક્યુલર 37/2022 ના ફેરફાર અનુસાર નવો નિયમ 12અઇ અનુસાર જે ફરજિયાત રિટર્ન ફાઇલ કરવા માટે લાગુ પડતા કરમુક્ત આવક ની સીમા રેખા ને અસર કરે છે જેમાં ખોરાક નિયમો જે વધારાની પરિસ્થિતિમાં દર્શાવાઈ છે જેમાં રિટર્ન ભરવું ફરજિયાત રહે છે.
આમ ઇન્કમટેક્સના જારી કરેલા નવા નોટિફિકેશન મુજબ અમુક સંજોગોમાં રિટર્ન ભરવું ફરજિયાત રહે છે કે જેમાં નાણાકીય વ્યવહારોએ કરપાત્ર આવક ન હોવા છતાં રિટર્ન ભરવું ફરજિયાત રહે છે.જેમાં ડિપાર્ટમેન્ટ એપ હાઈ વેલ્યૂ ટ્રાન્જેક્શન હોવા છતાં ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ ન કરતા નજરે આવે છે જે નાણાકીય વ્યવહારો ખરેખર કરપાત્ર હોય છે પરંતુ તે કરપાત્ર ના સ્વરમાં આવતા નથી પરંતુ તેને રિટર્ન ભરવું ફરજીયાત રહેશે.