સરકારના મળવા પાત્ર લાભો અંગે નિષ્ણાંતો દ્વારા અપાયું માર્ગદર્શન
અબતક, રાજકોટ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા એમ.એસ.એમ.ઇ. ડિપાર્ટમેન્ટના સંયુકત ઉપક્રમે તથા ‘ઝેડ સર્ટીફીકેટ સ્કીમ’ તથા એમ.એસ.એમ.ઇ.અંતર્ગત સરકાર દ્વારા મળવાપાત્ર લાભો તથા આવેલ નવા સુધારાઓનું માર્ગદર્શન આપવા અંગે સેમીનારનું આયોજન કરવામાં આવેલ.જેમાં એમ.એસ.એમ.ઇ.-ડીએફઓ રાજકોટના આસીસટન્ટ ડાયરેકટર શ્રીમતી સ્વાતી અગ્રવાલ, ક્યુ.સી.આઇ. માન્ય, મુખ્ય માર્ગદર્શક અમદાવાદના આશિષ પટેલ તથા રાજકોટ જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર માંથી કું. ખિલના મહેતા ઉપસ્થિત રહેલ હતા.
સેમીનારના પ્રારંભે રાજકોટ ચેમ્બરના મંત્રી નૌતમભાઈ બારસીયાએ રાજકોટ ચેમ્બર તથા એમ.એસ.એમ.ઇ.ડિપાર્ટમેન્ટના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલ સેમીનારમાં સૌને આવકારેલ. કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગોના વિકાસને ધ્યાનમાં રાખી તેઓ માટે ઘણી પ્રોત્સાહીત સ્કિમો જાહેર કરેલ છે. ત્યારે એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગકારોને સરકાર તરફથી મળવાપાત્ર થતા વિવિધ લાભો તથા સબસીડીની જાણ કારી મળી રહે તે માટે આ સેમીનાર યોજવામાં આવેલ છે.
ત્યારબાદ એમ. એસ.એમ.ઇ.-ડી.એફ.ઓ. રાજકોટના આસીસટન્ટ ડાયરેકટર શ્રીમતી સ્વાતી અગ્રવાલએ સેમીનારનું આયોજન કરવા બદલ રાજકોટ ચેમ્બરનો આભાર વ્યકત કરતા જણાવેલ કે કેન્દ્ર સરકારના એમ.એસ.એમ.ઇ. ડિપાર્ટમેન્ટ દ્વારા ઘણાં ફાયદાઓ મળવપાત્ર થાય છે. જેમાં તેઓ પાસે ઉદ્યમ 2જીસ્ટ્રેશન હોવું ફરજીયાત છે. જે અંતર્ગત ઝીરો ડિફેક્ટ-ઝીરો ઇફેક્ટ, ઝેડ સર્ટીફીકેટ સ્કીમમાં નવા ફેરફાર કરી લોન્ચ કરાયેલ છે. ઝેડ સર્ટીફીકેટ સ્કીમની આગમી સમયમાં ખૂબ જ જરૂર પડશે. તેથી આ સ્કિમનો ખાસ લાભ લેવા તથા કોઇપણ સમસ્યા કે મુશ્કેલી પડે તો ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવા અનુરોધ કરેલ હતો.
ત્યારબાદ ક્યુ.સી.આઇ.માન્ય, મુખ્ય માર્ગદર્શક અમદાવાદના આશિષ પટેલ દ્વારા પર્યાવરણના રક્ષણ માટે ઉદ્યોગસાહસિકોને પ્રેરીત કરવાના ઉદ્ેશ સાથે ભારતના સુક્ષ્મ, લધુ અને મધ્યમ ઉદ્યોગો વૈશ્ર્વિક બજારમાં ટકી શકે તે માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. ત્યાર બાદ રાજકોટ જીલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી ઉપસ્થિત કુ. ખિલના મહેતા દ્વારા રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહીત કરતી “આત્મનિર્ભર ગુજરાત સ્કિમ-2022 ફોર આસીસ્ટન્સ ટુ ઈન્ડસ્ટ્રીઝ” અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જાણકારી આપેલ હતી.
ત્યારબાદ એમ.એસ. એમ.ઇ.-ડીએફઓ રાજકોટના આસીસટન્ટ ડાયરેકટર સ્વાતી અગ્રવાલએ કેન્દ્ર સરકાર દ્વારા એમએસએમઇ સ્કિમના લાભો તથા મળવાપાત્ર સબસીડી વિગેરેની પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપેલ અને ઉદ્યોગકારો દ્વારા પૂછાયેલ પ્રશ્નોનો યોગ્ય પ્રત્યુતર આપી નિરાકરણ લાવેલ હતું. સેમીનારના અંતે રાજકોટ ચેમ્બ2ના ટ્રેઝરર વિનોદભાઈ કાછડીયાએ ઉપસ્થિત અધિકારીઓ તથા ઉદ્યોગકારોનો સેમીનારમાં હાજરી આપવા બદલ આભાર વ્યક્ત કરી સમગ્ર સેમીનારનું સંચાલન કરેલ હતું.